ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : બાવળા (અમદાવાદ) ના બુટલેગર ને ઇસરી પોલીસે તરકવાડા ત્રણ રસ્તા પરથી દારૂ સાથે ઝડપી પાડયો 

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

મેઘરજ : બાવળા (અમદાવાદ) ના બુટલેગર ને ઇસરી પોલીસે તરકવાડા ત્રણ રસ્તા પરથી દારૂ સાથે ઝડપી પાડયો

ઇસરી પોલીસને તરકવાડા ત્રણ રસ્તા રોડ ઉપર થી ઇગ્લીશ દારૂનો પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૮૪૪૮/- તથા મોટર સાયકલ નંબર જીજે.૦૭.ઇઆર.૨૭૯૪ ૨૭૯૪ની કિ.રૂ.૨૫,૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૩૩૪૪૮/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં મળેલ સફળતા

ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારના પોલિસ સ્ટેશનના એચ.આર.ડામોર પોલીસ ઇન્સપેક્ટર તેમજ ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને ઇસરી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીન પ્રવૃત્તિ કરતા ઇસમો પર તેમજ પ્રોહીની હેરા ફેરી અટકાવવા પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ જે સુચના અનુસાર ઇસરી પોલીસ સ્ટાફના માણસોને તરકવાડા ત્રણ રસ્તા રોડ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે મોટર સાયકલ નંબર જીજે.૦૭.ઇઆર .૨૭૯૪ ની ઉપર વિમલના થેલામાં ભારતીય રાજસ્થાન બનાવટના ૫૦-૫૦ ઓરેંજ ફ્લેવર વોડકા ૧૮૦ એમ.એલ.ની કાચના કંપની સીલબંધ ક્વાટરીયા નંગ-૯૬ ની કિ.રૂ.૮૪૪૮/- ગણી તથા મોટર સાયકલ નંબર જીજે.૦૭.ઇઆર .૨૭૯૪ની કિ.રૂ.૨૫,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૩૩૪૪૮/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી જેમાં આરોપી- ભુપતભાઇ હુદરભાઇ ઓડ ઉ.વ.૬૫ રહે-બાવળા સોગત સો.સા. તથા રત્ન દિપની બાજુમાં જોગણી માતાના મંદિરની સામે વાડામાં ધોળકા રોડ અમદાવાદ શહેર નાઓ ને ઝડપી પાડી પ્રોહિબિશન હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Back to top button
error: Content is protected !!