MORBI:મોરબી આયુષ હોસ્પિટલમાં ૧૦૦ વર્ષના વૃદ્ધાને મળ્યું નવજીવન




MORBI:મોરબી આયુષ હોસ્પિટલમાં ૧૦૦ વર્ષના વૃદ્ધાને મળ્યું નવજીવન

રાજકોટ/સ્થાનિક: વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે જ્યારે કુશળતા અને સંવેદનાનો સમન્વય થાય ત્યારે કેવા ચમત્કારો સર્જાય છે, તેનું જીવંત ઉદાહરણ તાજેતરમાં આયુષ હોસ્પિટલ ખાતે જોવા મળ્યું. ૧૦૦ વર્ષની જૈફ વયે ગંભીર હાલતમાં આવેલા એક મહિલા દર્દીને ડો. સત્યજીતસિંહ જાડેજાની ટીમે મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢ્યા છે.

કટોકટીની સ્થિતિ અને પડકારજનક નિદાન ગત ૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ આ ૧૦૦ વર્ષીય મહિલા દર્દી અત્યંત ગંભીર અને અર્ધ બેભાન હાલતમાં ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી:
ઓક્સિજન લેવલ: માત્ર 60% (જે જીવલેણ ગણાય).
હૃદયની સ્થિતિ: ધબકારા અનિયમિત અને અત્યંત વધારે, સાથે હૃદય નબળું પડી ગયું હતું. ફેફસામાં ફેલાયેલો ચેપ અને ઝેરી CO_2 વાયુનું જોખમી સ્તર. બીપી અત્યંત ઓછું થઈ ગયું હતું.દર્દીની ગંભીરતા જોતા વિલંબ કર્યા વિના તેમને વેન્ટિલેટર પર લઈ ICUમાં દાખલ કરવામાં આવ્યા. ડો. જાડેજાના સચોટ નિદાન અને આધુનિક સારવારના પરિણામે, જે દર્દીના બચવાની આશા નહિવત હતી, તેમની સ્થિતિમાં ચમત્કારિક સુધારો જોવા મળ્યો.માત્ર ૬ દિવસની સઘન સારવાર બાદ, ૧૦૦ વર્ષના આ માજી વેન્ટિલેટર મુક્ત થયા એટલું જ નહીં, પણ પોતાના પગે ચાલતા થઈ ગયા.
હોસ્પિટલમાંથી હસતા મુખે વિદાય લેતા સમયે દર્દીના સગા ઓ ગદગદિત થઈ ગયા હતા. તેમણે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, “સાહેબ, અમારા બાની પરિસ્થિતિ જોતા અમને જીવનની કોઈ આશા નહોતી, તમે ખરેખર ચમત્કાર કરી દીધો છે.”આ સફળતાએ સાબિત કર્યું છે કે ઉંમર ભલે ગમે તે હોય, પણ જો સાચું નિદાન અને હિંમતભર્યા નિર્ણયો લેવામાં આવે તો માનવ જિંદગી બચાવી શકાય છે. આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજાની આ સિદ્ધિની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.




