જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ખાચર સૂર્યદીપની બેવડી સિદ્ધિ
બાળકોમાં પડેલી અનેક સુષુપ્ત શકિતઓને બહાર લાવી એની પ્રતિભાને પારખી યોગ્ય રાહે સફળ બનાવવાના ઉચ્ચ વિચારને વેગવંતો બનાવતા શિક્ષણ પરિવાર ગુજરાત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બોટાદ દ્વારા શ્રી દિનેશભાઈ દિહોરા સાહેબના માર્ગદર્શન હેઠળ દર વર્ષે “બાળ પ્રતિભા શોધ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવે છે. ચાલું વર્ષની બોટાદ જિલ્લા કક્ષાની આ સ્પર્ધા શ્રી જે.એન.બી. જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં ધોરણ -4 માં અભ્યાસ કરતાં ખૂબ પ્રતિભાવંત બાળક સૂર્યદીપ પ્રવીણભાઈ ખાચરે વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધામાં સૌથી શ્રેષ્ઠ પ્રતિભા દાખવી પ્રથમ નંબર મેળવ્યો હતો હવે આ પ્રતિભાશાળી સૂર્યદીપ ઝોન કક્ષામાં આ બન્ને સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું નેતૃત્વ કરશે.
સરકારી શાળા શ્રેષ્ઠ શાળા એવા અનુસરણીય સુત્રને સાકારિત કરતી અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા શાળા સતત એની સતત ઈનોવેટિવ પ્રવૃત્તિઓ, સંસ્કાર,શિસ્ત, સ્વાસ્થ્ય અને અનેક મૂલ્યલક્ષી પ્રયોગો થકી ઉત્તમ શિક્ષણ આપી સમગ્ર બોટાદ જિલ્લામાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે બાળ પ્રતિભા શોધ સ્પર્ધામા ખાચર સૂર્યદીપની બેવડી સિધ્ધિથી આ સફળતા વધુ દીપી ઊઠી હતી. ચાચરિયા શાળા પરિવાર , તાલુકા, જિલ્લાના સારસ્વતો તથા જિલ્લા શિક્ષણ પરિવાર બોટાદના વડા આદરણીય શ્રી ભરતસિંહ વઢેર સાહેબે આ બાળકની પ્રતિભાને બિરદાવી આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર