તા.૧૫.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ લીમખેડા થી થાદલા જતા બે યુવકો બોરડી રેલ્વે સ્ટેશને ચાલતી ટ્રેનેએ નીચે પડતા બન્ને યુવકો ઇજા
આજરોજ તા.૧૫.૦૪.૨૦૨૫ ના મંગળવાર ૧૦.૩૦ કલાકની આસપાસ મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા ગામેં રહેતા બે યુવકો લીમખેડા થી થાદલા જવા માટે દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થયા હતા.તે દરમિયાન બોરડી ગામ આવતા બે માંથી એક યુવકને ચક્કર આવતા તેઓ ટ્રેન નીચે પડે એ પહેલા સાથી મીત્રએ બચાવવા જતા.ત્યારે તે યુવકએ પણ સંતુલન ગુમાવતા બન્ને યુવકો ચાલતી ટ્રેન માંથી નીચે પડ્યા હતા.બન્ને યુવકો નીચે જમીન પર પડતા બન્ને યુવકોને શરીરે હાથ પગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.ઘટનાની જાણ રાજકીય રેલ્વે પોલિસને થતા પોલિસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બન્ને યુવકોને સારવાર માટે દાહોંદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા