GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મકનસર (ગોકુલનગર) ગામે પોલીસની રેડ: ઓરડીમાંથી ૩૨ હજારનો દેશી દારૂ અને આથો ઝડપાયો

 

MORBI:મોરબીના મકનસર (ગોકુલનગર) ગામે પોલીસની રેડ: ઓરડીમાંથી ૩૨ હજારનો દેશી દારૂ અને આથો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મકનસર (ગોકુલનગર) વિસ્તારમાં દારૂના અડ્ડા પર દરોડો પાડી મોટી માત્રામાં દેશી દારૂ અને આથો જપ્ત કર્યો છે. જોકે, પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.

 

​મોરબી તાલુકા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મકનસર (ગોકુલનગર) ગામની પાછળ રેલ્વે સ્ટેશન પાસે આવેલી ખરાબાની જગ્યામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે રામાભાઈ રણછોડભાઈ ઝાપડાની માલિકીની ઓરડી નં. ૦૩ માં રેડ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન ઓરડીમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:ઠંડો આથો: ૮૦૦ લીટર (કિંમત રૂ. ૨૦,૦૦૦)
​દેશી દારૂ: ૬૦ લીટર (કિંમત રૂ. ૧૨,૦૦૦) કુલ મુદ્દામાલ: રૂ. ૩૨,૦૦૦ રેડ દરમિયાન આરોપી રામાભાઈ ઝાપડા પોલીસના હાથે લાગ્યો ન હતો. પોલીસે રૂ. ૩૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!