AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા નગરની ગંદકીને લઈને બસપાનાં આગેવાનોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા નગરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોય તેવું જણાઈ રહ્યું છે.ત્યારે આહવા નગરની ગંદકી સામે ડાંગ જિલ્લાનાં બસપાનાં આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ ધરણા પ્રદર્શન કરી,કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં મુખ્યમથક એવા આહવા નગર ખાતે ગંદકીનું પ્રમાણ વધવા પામેલ છે.ત્યારે આ ગંદકીને સામે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવે તેવી લોક માંગ પણ વધવા પામી છે.આહવા નગરની ગંદકીને લઈને ડાંગ જિલ્લાનાં બસપાનાં આગેવાન સંગીતાબેન આહિરે, રતિલાલ ઠાકરે, મહેશભાઈ આહિરે, ઈશ્વરભાઈ ભોંયે, તુલસી રામભાઈ પાડવી, રૂબીના ખાન સહિતનાએ ધરણા પ્રદર્શન કર્યું હતુ.તેમજ ગંદકી દર્શાવતા બેનર છપાવીને વિરોધ નોંધાવ્યો હતો.અને જિલ્લા કલેકટરને આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.વધુમાં વડાપ્રધાનને પણ ગંદકી દર્શાવતું બેનર રવાના કરવામાં આવ્યુ હતુ.અને પ્રધાનમંત્રી ને જણાવવામાં આવ્યુ હતું કે, સ્વચ્છતા અભિયાન બાબતે ધ્યાન આપવામાં આવે કારણ કે વડાપ્રધાનનું નામ ખરાબ થઈ રહ્યું છે.જેથી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.તેમજ આહવા નગરના કુલ  મતદાતાની સંખ્યા 12 હજાર જેટલી છે.અને કૌટુંબિક વસ્તી 5500 જેટલી છે.ત્યારે કુટુંબ દીઠ 3000 કે 3500 રૂપિયાની રકમ વર્ષમાં વસૂલવામાં આવતી હોય છે.ત્યારે અંદાજે કુલ મળીને રૂ.16,500,000/- જેટલો વેરો ઉઘરાવવામાં આવતો હોય છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન ની અમલવારી યોગ્ય રીતે કરવામાં આવતી નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.ત્યારે હવે આ મામલાને લઈને કલેક્ટર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!