BAYADGUJARAT

બાયડ : ધવલસિંહ ઝાલા એ ધારાસભ્ય તરીકેના એક મહિનાના માનદભથ્થાને “આર્મી રાહત કોષ”માં અર્પણ કરવાનો નિર્ણય

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

બાયડ : ધવલસિંહ ઝાલા એ ધારાસભ્ય તરીકેના એક મહિનાના માનદભથ્થાને “આર્મી રાહત કોષ”માં અર્પણ કરવાનો નિર્ણય

અરવલ્લી જિલ્લાના બાયડ-માલપુર વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એક દેશભક્તિપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે પોતાના ધારાસભ્ય તરીકેના એક મહિનાના માનદભથ્થાને “આર્મી રાહત કોષ”માં અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે.ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે દેશ માટે જીવ દઈને લડનારા વીરજવાનોની વિપત્તી સમયે સહાયરૂપ થવા માટે આ નાનકડું યોગદાન છે. આ ફક્ત આર્થિક સહાય નથી, પણ રાષ્ટ્રીય ભાવનાની પ્રતિકરૂપ શ્રદ્ધાંજલિ છે.

શ્રદ્ધા અને રાષ્ટ્રસેવાનું આ ઉત્તમ ઉદાહરણ પુરું પાડીને ધવલસિંહ ઝાલાએ ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરી છે કે વધુ ને વધુ લોકો અને વિધાનસભ્યોએ પણ આવા કાર્યમાં ભાગ લેશે જેથી “આર્મી રાહત કોષ” સુધી વધુ સહાય પહોંચી શકે.આ સંદર્ભે તેમણે ગુજરાતના તમામ નાગરિકોને અને સહધારાસભ્યોને દેશપ્રેમના આ યજ્ઞમાં આહ્વાન કર્યું છે.

 

Back to top button
error: Content is protected !!