AHAVADANGGUJARAT

ડાંગ: ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત તા.૧ જુલાઇના રોજ ગલકુંડ,વઘઇ અને સુબીર ખાતે પ્રાથમિક શાળામાં યોજાશે કેમ્પ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા ૩૧૧ ગામના ૨ લાખ થી વધુ લોકોને વિવિધ યોજાનાકીય લાભ આપવાનું આયોજન :*

*આધારકાર્ડ, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, જનધન ખાતા, જાતિ પ્રમાણપત્રો માટે ખાસ કેમ્પનું આયોજન :*

ડાંગ જિલ્લામાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને જીવન જરૂરિયાતની સુવિધાઓ સીધી લોકોને પહોંચે તે હેતુસર ભારત સરકારના ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં વિશિષ્ટ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧ જુલાઇ થી ૧૫ જુલાઈ દરમિયાન યોજાનાર આ અભિયાન હેઠળ ૧૭ જેટલા સરકારી વિભાગોની ૨૫ વ્યક્તિ લક્ષી અને માળખાકિય યોજનાઓ આદિવાસી પરિવારો સુધી પહોંચાડવામાં આવનાર છે. ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારશ્રીની આ વિવિધ યોજનાનો લાભ લેવા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે.

તા. ૧ જુલાઇના રોજ સવારે ૯ વાંગ્યા થી આહવા તાલુકાના ગલકુંડ પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજનાર છે. જેમાં જાખાના, પિપલપાડા અને ગલકુંડ ગ્રામ પંચાયતના લોકો માટે કેમ્પ યોજાશે. વઘઇ તાલુકા પ્રાથમિક શાળા ખાતે વઘઇ, ચીચીનાગાવઠા, ભેંડમાળ, દગડીઆંબા અને ડુંગરડા ગ્રામ પંચાયતના લોકો માટે કેમ્પ યોજાશે. તેમજ સુબીર પ્રાથમિક શાળા ખાતે સુબીર, કડમાળ, કસાડબારી, ગાંવદહાડ, ગીરીમાળ, શિંગાણા ગ્રામ પંચાયતના લોકો માટે કેમ્પ યોજાશે.

આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જન ધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે પીએમમેવાય, આંગણવાડી લાભ, રસીકરણ વગેરે કામગીરી કરવામાં આવનાર છે.

Back to top button
error: Content is protected !!