
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાની અર્બુદા નગર સોસાયટીમાં કાર ઘર પાસેથી ચોરી, રૂરલ પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ
અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલ અલ્ટો કારની ચોરી કરી અજાણ્યો ચોર ફરાર થઈ જતા કાર માલિકના હોંશ ઉડી ગયા હતા પોલીસ કહે છે કે, શહેરમાં સીસીટીવી કાર્યરત છે, તેમજ નાઈટ પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે તો પછી ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો કેમ બની રહ્યા છે? તેવા સવાલો ઊભા થઈ રહ્યાં છે. આ મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથધરી હતી
મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ અર્બુદાનગર સોસાયટીમાં રહેતા શિક્ષક વિનયકુમાર ભુલાભાઈ પટેલ રાબેતા મુજબ ઘર આગળ તેમની અલ્ટો કાર પાર્ક કરી રાત્રીના સુમારે સૂઈ ગયા હતા સવારે ઘર આગળ પાર્ક કરેલી કાર ચોરી થઈ જતા ચોંકી ઉઠ્યા હતા કારમાં રહેલ ચાંદીની ચેઇન અને રોકડ રકમ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો કારની ચોરી થતા વિનય પટેલ અને તેમના સગા-સબંધીઓએ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં શોધખોળ કર્યા છતાં કારનો કોઈ અત્તોપતો ન લાગતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનું શરણ લીધું હતું ઘર આગળ પાર્ક કરેલી કાર ચોરી થતા અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા રૂરલ પોલીસે વિનય કુમાર પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઇસમ સામે ગુન્હો નોંધી કાર ચોરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે





