GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

આયુષ શાખા દ્વારા ગોધરા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી.

 

તારીખ ૧૦/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વિશ્વ હોમિયોપેથી દિવસ ૧૦ એપ્રિલ એટલે કે હોમિયોપેથીના જનક ડૉ સેમ્યુઅલ હનેમાન ના જન્મ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે જેના ઉપલક્ષ્યમાં નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા નિરાંત વૃધ્ધાશ્રમ ગોધરા ખાતે વડીલોની હાજરીમાં કેક કાપી અને ફળ વિતરણ કરી જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યાર બાદ રામજી મંદિર, તીરગરવાસ ખાતે હોમિયોપેથી નિદાન સારવાર અને ડાયાબિટીસ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. જેમાં વિસ્તારના કોર્પોરેટરશ્રી તેમજ અગ્રણીઓ અને ખાનગી આયુષ તબીબોએ પ્રેરક હાજરી આપી.જિલ્લા આયુર્વેદ અધિકારી એ હોમિયોપેથી વિશે નાગરિકોને સમજ આપી.વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતામાં આ ઉપચાર પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાનો છે,જેથી વધુ ને વધુ લોકો તેનો લાભ લઈ શકે.આ નિમિત્તે સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોઓએ અન્ય ૬ નિદાન સારવાર કેમ્પનું આયોજન પણ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય અલ્કેશ ગેલોતના ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.આયુષ શાખા હેઠળ ફરજ બજાવતા તમામ આયુર્વેદ તથા હોમિયોપેથી મેડિકલ ઓફિસરઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.

Back to top button
error: Content is protected !!