
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ ,તા-૨૨ જુલાઈ : જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરી સાહેબ તેમજ આર.સી.એચ.ઓ .ડો.દિનેશ પટેલ સાહેબ તેમજ ભચાઉ તાલુકાના સામખિયારી પી.એચ.સી મા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંહ સાહેબ તેમજ સામખીયારીપી.એચ.સી. મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી જેમા એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન કુમાર દ્વારા વિદ્યાર્થીઓને પર્સનલ કેર, અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, 15 થી 19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખસીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિસે વિસ્તૃત માહિતી આપી.મ.હે.વ.દ્વારા મચ્છર ઉપદ્રવ અટકાયત ના પગલાં વિશે સમજવામાં આવ્યું. તેમજ સામખીયારી પી એચ સી અને આયુષ્માન આરોગ્ય મંદિર 3 ના સ્ટાફ CHO વંદના રાઠોડ અને FHW જ્યોત્સનાબેન દ્વારા ટીડી વેક્સિન અને આયર્ન ફોલિક એસિડ ની ગોળી વિશે ની સમજ આપવામાં આવી . તેમજ આજરોજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ટીડીવેક્સન આપવામાં આવી હતી આશાબેન અને શિક્ષકોના સહયોગ થી કાર્યક્રમ સફળ રહ્યો.



