GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રીજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

દિકરા-દિકરી એક સમાન, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવ, બેટી બચાવો - બેટી પઢાવો જેવા વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

તા.09/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દિકરા-દિકરી એક સમાન, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવ, બેટી બચાવો – બેટી પઢાવો જેવા વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત શ્રીજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ દિકરા-દિકરી એક સમાન, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવ, બેટી બચાવો, બેટી પઢાવો જેવા વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ૧ થી ૩ નંબર મેળવનાર કિશોરીઓને પ્રોત્સાહીત કરવામાં આવી હતી તેમજ DHEW ટીમ દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાકીય માહિતી, ૧૮૧ અભયમ, બેટી બચાવો બેટી પઢાઓ, સોશ્યલ મીડીયાનાં ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ તા. ૦૨/૧૦/૨૦૨૪ થી તા. ૧૧/૧૦/૨૦૨૪ સુધી જાતીગત સમાનતાને અનુલક્ષી કન્યા કેળવણી –શિક્ષણને પ્રોત્સાહન, લિંગભેદ આધારિત ભેદભાવ તથા જાતિગત અસામનતા, કાયદાકીય અધિકારો, આરોગ્ય અને પોષણ વગેરે જેવી બાબતોને લક્ષમાં લઇને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વિવિધ જાગૃતિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!