ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુર દ્વારા બાળ ગૃહ ખાતે રંગોત્સવની ઉજવણી
ભૂલકાંઓને ધાણી-ખજૂર- ઘેવરના વિતરણ સાથે તિલક હોળી રમી કરાઈ રંગોત્સવની ઉજવણી
11 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભૂલકાંઓને ધાણી-ખજૂર- ઘેવરના વિતરણ સાથે તિલક હોળી રમી કરાઈ રંગોત્સવની ઉજવણીઅસત્ય પર સત્યના પ્રતિક સમી હોળી અને રંગોના તહેવાર ધુળેટી પર્વ નિમિત્તે ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુર દ્વારા બાળ સંભાળ ગૃહ ખાતે રંગોત્સવની ઉજવણી કરાઈ હતી.સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે માત્ર ફિલ્ડમાં કાર્યરત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુર દ્વારા હોળી- ધુળેટી પર્વ નિમિત્તે બાળ ગૃહમાં રંગોત્સવની ઉજવણી કરાઈ હતી. વંદેમાતરમના પ્રારંભ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. શાબ્દિક સ્વાગત મહામંત્રી મોંઘજીભાઈ ચૌધરીએ કર્યું હતું. જ્યારે ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ સંજય જોશીની આગેવાનીમાં ટીમ ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું તિલક કરી સ્વાગત કરી ખજૂર આપી હોળી ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના પ્રમુખ સંજય જોશી એ જણાવ્યું હતું કે, ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકો સાથે તિલક હોળી રમી બાળકોને ખજૂર, ધાણી, ઘેવર, બિસ્કિટ સહિતની ચીજ વસ્તુઓ નું વિતરણ કરી તેઓના ચહેરા પર સ્મિત રેલાવવાનો નાનકડો પ્રયાસ કરાયો હતો. સમાજ અને પરિવાર થી વિખૂટા પડેલા બાળકો વચ્ચે તહેવારોની ઉજવણી કરી તેઓને હૂંફ આપવાના ફિલ્ડ રિપોર્ટર્સના પ્રયાસને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર તાલુકા પંચાયતના પૂર્વ ડેલીગેટ જયેશ ભાઈ ચૌધરી અને ચિલ્ડ્રન વેલ્ફર કમિટીના ચેરમેન જયેશભાઈ દવે એ બિરદાવ્યો હતો.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, નગર પાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી, દાતા તાલુકા પંચાયતના પૂર્વ ડેલીગેટ જયેશભાઇ ચૌધરી, ચિલ્ડ્રન વેલ્ફર કમિટીના ચેરમેન જયેશ ભાઈ દવે, સદસ્ય બનાજી રાજપૂત, લાભ ઇવેન્ટ્સ ગૃપના પ્રમુખ રાજેશભાઇ જેગોડા સહિતની ટીમ, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, પાલનપુર નગરપાલિકા ના બાંધકામ કમિટીના ચેરમેન દિલીપભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પત્રકાર મિત્રો અને ભૂલકાઓ સાથે તિલક હોળી રમી રંગોત્સવ ની ઉમંગભેર ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નરેશભાઈ ચૌહાણે કર્યું હતું. જ્યારે આભારવિધિ નરેશભાઈ ગુપ્તાએ કરી હતી.
પ્રતિ,
તંત્રી શ્રી/સંપાદક શ્રી
—————————–
ઉક્ત પ્રેસનોટ વિના મૂલ્યે પ્રસિદ્ધ કરી સહકાર આપવા વિનંતી.
(નરેશ ગુપ્તા)
કાર્યાલય મંત્રી
ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુર