BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર તાલુકાનાં ભાવિસણા ગામે શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી
11 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાનાં ભાવિસણા ગામે શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી. પાલનપુર ના ભાવિસણા ગામે ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર ની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોને પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડૉ. રમણભાઈ એચ. પ્રજાપતિ- કિન્નરીબેન ગામી એ શૈક્ષણિક હેતુ દાન આપી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતાં. દિનેશભાઈ કુગશીયા(જિલ્લા કૌશલ્ય અધિકારી – મહેસાણા), ટીડીઓ રમેશભાઈ પટેલ , ભરતભાઈ ચૌધરી , ડિરેક્ટર બનાસ ડેરી, જયેશભાઈ ડેલ, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય તથા સ્ટાફગણે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ