આણંદ મેમણ જમાત આણંદ દ્વારા વર્લ્ડ મેમન ડે ની ઉજવણી
આણંદ મેમણ જમાત આણંદ દ્વારા વર્લ્ડ મેમન ડે ની ઉજવણી
તાહિર મેમણ – આણંદ – 11/04/2025 – આણંદ મુકામે *વર્લ્ડ મેમન ડે* નીમિતે આણંદ મેમણ જમાત આણંદ તરફથી માનવતા ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગથી ભુખ્યાઓને ભોજનનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં આણંદ રેલ્વે સ્ટેશન પાસે ગરીબો, ભૂખ્યાઓ અને નિરાધારોને ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવ્યું. તથા રેલવે સ્ટેશન પાસે આવેલ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના વૃદ્ધાશ્રમમાં આશ્રય લેતા લોકોને જમાડવામાં આવ્યા. આ પ્રોગ્રામમાં આણંદ મેમણ સમાજનાં ઝોનલ સેક્રેટરી જાવેદભાઈ મેમણ (રાખડીવાલા), આણંદ મેમણ જમાત આણંદનાં પ્રમુખ રજ્જાક ભાઈ બંગડીવાળા, આણંદ મેમણ જમાત આણંદનાં સેક્રેટરી અને ડબલ્યુ. એમ.ઓ. આણંદનાં સીટી ચેરમેન અશરફભાઈ મચ્છીવાલા, ડબલ્યુ. એમ. ઓ. યુથ વિંગ આણંદના પ્રમુખ અને આણંદ મેમણ જમાત આણંદનાં કારોબારી સભ્ય ઈમરાનભાઈ જામનગરી તથા કારોબારી સભ્યો ફારૂકભાઈ સુર્યા, કાદરભાઈ દોરાવાલા, મહંમદ કાદરભાઈ, જુનેદ ટ્રાન્સપોર્ટ વાળા, ઉમરફારૂક હનીફભાઈ અને શાહરૂખભાઈ મેમણ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું. આમ, *વર્લ્ડ મેમણ ડે* ની ઉજવણી કરી જરૂરીયાત મંદોને મદદરૂપ થવા માટે સમાજને પ્રેરણા આપી હતી.