કવાંટ તાલુકાના એસ્પીરેસનલ બ્લોક અંતર્ગત ડોન બોસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે “વિશ્વ મહિલા દિન-૨૦૨૫ ની ઉજવણી” અને “આરોગ્ય ચેતના ઉત્સવ ” યોજાયો.
કવાંટ તાલુકા આરોગ્ય કચેરી અને દિશા ડોન બોસ્કો કવાંટ દ્વારા ડોન બોસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે વિશ્વ મહિલા દિન-૨૦૨૫ ની ઉજવણી એસ્પીરેસનલ તાલુકા “આરોગ્ય ચેતના ઉત્સવ ” લોક જાગૃતિ કેમ્પ યોજાયો હતો જેમાં આજુબાજુ ના ગામોમાં થી ૩૨૦ થી વધુ લાભાર્થી બહેનો આ શિબિર માં હાજર રહી કેમ્પનો લાભ લીધો હતો.
લોક જાગૃતિ શિબીર માં કવાંટ પંચાયત નાં પ્રમુખ મિલનભાઈ રાઠવા તથા કવાંટ તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ ભારેશ ભાઈ રાઠવા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો.જિગ્નેશ પ્રજાપતિ તથા દિશા ડોન બોસ્કો સંસ્થા નાં રેકટર ફાધર ડો.મયંક, આચાર્ય ફાધર અજય ,ફાધર સોન તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાટીયાવાંટ ના મેડિકલ ઓફિસર ડૉ.પૂર્વિશા રાઠવા તથા ડો.રૂચા પંડ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીકડાઈ ડૉ. જ્યોતિ રાઠવા , આરોગ્ય સુપરવાઈઝર મેલ અને ફિમેલ તથા આશા બહેનો તથા ફેસીલેટર બહેનો તથા દિશા ડોન બોસ્કો સંસ્થા ની ટીમ તથા સખી મંડળ ની બહેનો તથા આરોગ્ય પરિવાર કવાંટની ટીમ સહિત સિકલસેલ કાઉસિલરો તથા SBCC ટીમ તથા ફાર્મસી. તથા સી. એચ. ઓ તથા જવાનસિંહ ભાઈ રાઠવા, રીનાબેન રાઠવા, સહિત ના લેબોરેટરી ટેકનીશ્યન સેવાઓ આપી મેડીકલ કેમ્પમાં સેવાઓ આપી હતી.
પ્રા.આરોગ્ય કેન્દ્ર મોટી કડાઈ ના મેડીકલ ઓફિસર ડૉ. જ્યોતિ રાઠવા દ્વારા માતા મરણ અટકાવવા માટે તથા પ્રા.આરોગ્ય કેન્દ્ર : ખાટીયાવાંટ ના મેડીકલ ઓફિસર ડૉ. રૂચા પંડ્યા દ્વારા બાળ મરણ અટકાવવા તથા સિકલસેલ કાઉસિલર જ્યોત્સના બેન દ્વારા સિકલ સેલ અટકાયત માટેની લોક જાગૃતિ લાવવા બાબતે વાત કરી હતી.
તાલુકા સુપરવાઈઝર રણછોડભાઈ. બી. રાઠવા દ્વારા જુદાં જુદાં સપ્ત ધારા થી સ્વાસ્થય સુધારા નાં વિવિધ ભજનો – રાઠવી ટીમલી રૂપી ગીતો રજુ કરી કાર્યક્રમ માં રંગ રાખ્યો હતો.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર