ટેકાનાં ભાવે ખરીદી કરવા એ.પી.એમ.સી. વાલિયાની ખરીદ એજન્સી તરીકે નિયુકિત કરવા ચેરમેને કૃષિમંત્રીને પત્ર લખ્યો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૭/૧૧/૨૦૨૪
સોયાબીન,મગફળી, અડદ અને મગની ટેકાનાં ભાવે ખરીદી કરવા ભરૂચ જીલ્લાનાં વાલિયા,નેત્રંગ,અંકલેશ્વર,હાંસોટ,ઝધડીયા,વાગરા,ભરૂચ,આમોદ અને જંબુસરના સેન્ટરમાં રજીસ્ટર્ડ થયેલ ખેડુતોને એ.પી.એમ.સી.વાલિયાની ખરીદ એજન્સી તરીકે નિયુક્તિ કરવા મગ અને સોયાબીનના પાકો માટે ઓન લાઈન રજીસ્ટ્રેશનનુ પોર્ટલ ખોલવા કૃષિ મંત્રી રાધવજી પટેલ ગાંધીનગરને લેખિત રજૂઆત વાલિયા એપીએમસીના ચેરમેન યોગેન્દ્રસિંહ.જે.મહિડાએ ખેડૂતોની ચિંતા કરી છે.
સરકાર દ્રારા આ પાકોની ખરીદીનું આગોતરૂ આયોજન કરી નિયત સમયમર્યાદામાં ખેડુતોને ટેકાનાં ભાવે વેચાણ કરવા ગ્રામ પંચાયતનાં વીસીઈ અને એ.પી.એમ.સી. દ્વારા ઓન લાઈન રજીસ્ટ્રેશન કરવા જાણ કરવામાં આવેલ પરંતુ ચાલુ વર્ષે વઘુ પડતા વરસાદ અને અતિવૃષ્ટિને કારણે ખેડુતો દ્રારા સીઝનમાં કયો પાક લેવો તે અંગે મુંઝવણ ભરી પરિસ્થિતિમાં મુકાયેલ હતા જેથી ખેડુતો માટે સરકારની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા નક્કી કરાયેલ સમય મર્યાદામાં ધણા ખેડુતો ઓન લાઈન રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલા છે.ભરૂચ જીલ્લામાં મગ અને સોયાબીનનુ ખુબ મબલખ ઉત્પાદન થયેલ હોય ખેડુતોએ ટેકાનાં ભાવે ઓન લાઈન રજીસ્ટ્રેશનથી વંચિત રહી જતા ભરૂચ જીલ્લાનાં ખેડુતોને મગ અને સોયાબીન જેવા પાકોની ટેકાનાં ભાવ ઓન લાઈન રજીસ્ટ્રેશન કરવા માટે 7 દિવસ માટે પોર્ટલ ખોલવા રજૂઆત છે જેથી ભરૂચ જીલ્લાનાં ખેડુતોને એમ.એસ.પીનો લાભ
મળી રહે. તેમજ એ.પી.એમ.સી.વાલિયાને ખેતપેદાશોનાં ટેકાનાં ભાવની ખરીદીનો બહોળો અનુભવ ધરાવતી હોય ખરીફ સીઝનમાં ટેકાનાં ભાવે ખરીદી માટે ભરૂચ જીલ્લાની નવ સેન્ટર એપીએમસીમાં રજીસ્ટ્રેશન કરેલ ખેડુતોને ખેતપેદાશોની ટેકાનાં ભાવે ખરીદી અર્થે એ.પી.એમ.સી. વાલિયાની ખરીદ એજન્સી તરીકે નિયુકિત કરવા પણ રજૂઆત કરી છે.
તેમજ આ અંગે યોગેન્દ્રસિંહ મહીડા સાથે ટેલીફોનીક સંપર્ક કરતા ભરૂચ જિલ્લામાં મગ અને સોયાબીનનું ચાલુ વર્ષે ખુબ મબલખ ઉત્પાદન થયેલ હોય,ખેડુતો ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયા હોય ખેડુતોની લેખિત તથા મૌખિક રજુઆતો મળેલ હોય ખેડુતોની લાગણીથી સરકારમાં રજુઆત કરી મગ અને સોયાબીનના પાકોની ખરીદીનું ઓનલાઇન રજીસ્ટ્રેશનનું પોર્ટલ સાત દિવસ માટે ભરૂચ જિલ્લા માટે ખોલવા માંગણી કરેલ છે.