ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં વાતાવરણે મીજાજ બદલતા કાલોલમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
તારીખ ૦૬/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સહિત તાલુકા માં આખા દિવસ સુધી ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે ગતરોજ સમી સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાંથી કાળાં ડીબાંગ વાદળ સાથે એકાએક વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર મેઘરાજાએ મહેર કરતા પંથકના કેટલાક વિસ્તારોમાં ઘરોનાં પતરાં ઉઠ્યા બનાવો બન્યા હતા અને ભારે પવન ને પગલે વીજપોલ ઉપરના વાયરો તુટી પડવાના કારણે નગરમાં વીજળી ડૂલ થઈ જતાં અંધારપટ છવાઇ ગયો હતો જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડો પડવાની પણ ઘટના બની છે અને ભારે પવન ફૂંકાતા ધુળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે ઝાપટા પડ્યા હતા જેથી કાલોલ પથકમાં આ વરસાદનાં પગલે લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો કાલોલ ના સ્ટેશન રોડ ઉપર લીમડાના ઝાડ નીચે એક ફોર વ્હીલ ગાડી આવી ગઈ હતી તેમજ બે ટુ વ્હીલર પણ દબાઈ ગયા હતા કાલોલ તાલુકા પંચાયત કચેરી સામે સગુન લેડીઝ ટેલર પાસે લીમડાની ભારેભરખમ ડાળી ધરાશાય થઈ હતી જ્યારે લાલ દરવાજા પાસે વૃક્ષની ડાળીઓ નીચે પડી જતા વીજ વાયરો પણ નીચે પડયા હતા પંચમહાલ સ્ટીલ પાસે પણ વૃક્ષ ની ડાળખીઓ જમીન દોસ્ત થઈ હતી.જ્યારે કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહીને લઈ કાલોલ તાલુકા સહિત શહેરમાં ગત મોડી સાંજના સમયે ગાજવીજ અને ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈ શહેરના મોટા ભાગ વિસ્તારના રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા અને કમોસમી વરસાદને લઈ કાલોલ પંથકના ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી હતી અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની ભીતી ને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે બીજી તરફ આંબાના ઝાડ ઉપર લટકતી કેરીઓ ભારે વાવાઝોડા સાથે નિચે પડી જતાં તેવા સંજોગોમાં કેરીના પાકને પણ નુકસાન જવાની શક્યતા જોવા મળી રહી છે.જોકે ક્યાં અને કેટલું નુકશાન થયું હશે તેની માહિતી હજુ સામે આવી નથી. એક તરફ ગરમીમાંથી રાહત મળતા લોકો ઠંડકની મજા માણી રહ્યા છે. તો બીજી તરફ કમોસમી વરસાદી ઝાપટાથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.