અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : રાહુલ ગાંધીનો બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ,અમિત ચાવડાએ કહ્યું કોંગ્રેસ કાળા અંગેજની સરકાર સામે પણ લડશે, રાહુલ ગાંધએ વિધાર્થીઓને ચોકલેટ આપી ઓટોગ્રાફ આપ્યા
લોકસભા વિરોધ પક્ષના નેતા અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી ગુજરાતના જિલ્લાઓમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કર્યો છે રાહુલ ગાંધીએ મોડાસા સર્કિટ હાઉસ પહોંચીને જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.ત્યારબાદ સ્વામી નારાયણ મંદિર ખાતે 1200 જેટલા બુથ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.મોડાસામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંવાદ કાર્યક્રમમાં, શક્તિસિંહ ગોહિલ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી,અમિતભાઈ ચાવડા, મધુસુદન મિસ્ત્રી, બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી નઈમ મિર્ઝા,પ્રવક્તા મનીશ દોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિહ સહીત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના મજબૂત સંગઠન બનાવવા અરવલ્લી જિલ્લામાંથી અભિયાન હાથ ધરાયું છે.રાહુલ ગાંધીએ પ્રવચન આપ્યા બાદ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી અમદાવાદ જવા માટે રવાના થયા હતા
અમિતભાઇ ચાવડા એ અરવલ્લી જિલ્લામાં નિવેદન આપતા જણાવ્યુ હતું કે સંગઠન સર્જનની શરૂઆત થઈ તે ખુબ જરૂરી છે દરેક જિલ્લામાં નિરીક્ષકો મુક્યા છે. તેની સાથે કાલે વિસ્તૃત માહિતી કાલે આપવામાં આવી હતી આજની ખાસ આ બેઠકમાં AICC મહાસચિવ કેસી વેણુ ગોપણ બેઠકમાં હાજર રહ્યાં હતા.અરવલ્લી જિલ્લામાં શરૂઆત કરી આગામી 45 દિવસમાં ગુજરાતનાં તમામ જિલ્લા અને શહેરમાં સમીક્ષા કરીને નિર્ણય થશે. કોંગ્રેસ અંગ્રેજો સામે પણ લડી હતી અને કાળા અંગેજની સરકાર સામે પણ લડશે તેવું નિવેદન આપ્યું હતું.બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓના સાથે સંવાદ થી કોંગ્રેસ વધુ મજબૂત બનશે
રાહુલ ગાંધીએ વિધાર્થીઓ ને આપ્યો ઓટોગ્રાફ અને ચોકલેટ
મોડાસા સર્કિટ હાઉસ ખાતે સિનિયર નેતાઓની બેઠક હતી આ સમય દરમિયાન નજીકમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાહુલ ગાંધીની મુલાકાત કરવા માટે બગીચામાં બેઠા હતા રાહુલ ગાંધી મીટીંગ પૂર્ણ કર્યા પછી બહાર આવતા બાળકોએ બૂમ પાડતા જ રાહુલ ગાંધીએ તેમને નજીક બોલાવ્યા હતા અને તેઓને ચોકલેટ આપી હતી તેઓ શું કરે છે તે અંગે પૂછતા બાળકોએ જવાબ આપ્યો કે તેઓ પરીક્ષા આપીને અહીં આવ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ તેઓને બેસ્ટ ઓફ લક કર્યું હતું આ સાથે જ રાહુલ ગાંધીએ બાળકોને ઓટોગ્રાફ આપ્યો હતો