વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૮ જૂન : કચ્છના કુરન ગામમાં શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કુરનના આરોગ્ય આયુષ્માન મંદિરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ સરહદના પ્રથમ ગામના આરોગ્ય મંદિર ખાતે ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અંગે જાણકારી મેળવીને બાળકો, સર્ગભા માતાઓ અને નાગરિકોને સાતત્યપૂર્ણ રીતે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય મંદિરમાં પોતાનું બ્લડ પ્રેશર ચેક કરાવીને તબીબી સુવિધાની સમીક્ષા કરી હતી.આ મુલાકાત દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મિતેષ ભંડેરી એ કુરન આરોગ્ય મંદિર ખાતેની સુવિધાઓ તેમજ કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આપી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, તાલુકા હેલ્થ અધિકારીશ્રી સહિત આરોગ્ય મંદિરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.



