વિજાપુર વસાઈ અને આનંદપુરા (કુ) પ્રાથમિક શાળાના બાળકોએ વ્યસન મુક્તિ અંતર્ગત રેલી કાઢી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વસાઈ અને આનંદપુરા( કુ) ગામે પ્રાથમિક શાળાના બાળકોએ તમાકુ નિષેધ અંતર્ગત જન જાગૃતિ રેલી કાઢી હતી. જે વસઇ તેમજ આનંદપુરા કુકરવાડા વિસ્તારો મા ફરી હતી.આ રેલીમાં પ્રાથમિક શાળા વસાઈ અને પ્રાથમિક શાળા આનંદપુરા ના શિક્ષકો તેમજ ભણતા બાળકો જોડાયા હતા.અને વ્યસન મુક્તિ જાગૃતિ અંતર્ગત સૂત્રોચાર કર્યા હતા આ રેલી વસાઈ અને આનંદપુરા ગામ ના જાહેર રસ્તાઓ પર બેનર સાથે નીકળી હતી.અને તમાકુ નો વ્યસન કરતા યુવા ધન બચાવો અને વ્યસન છોડો ના સૂત્રોચાર કર્યા હતા. આ રેલી માં પ્રા આ કે સોખડા અને વસાઈ ના આરોગ્ય કર્મચારી તેમજ શાળા શિક્ષકો સહિત લોકો જોડાયા હતા આ રેલી નું આયોજન તાલુકા હેલ્થ કચેરી અને જિલ્લા ટોબેકો સેલ મહેસાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.