હાલારમાં “વેસ્ટમાંથી બેસ્ટ” ની બાળકોની સ્પર્ધા
*સ્વ.જે.વી.નારીયા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ – જામનગર દ્વારા નયારા એનર્જી લી.ના સહયોગથી “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા માટેની સ્પર્ધાનું આયોજન*
સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જામનગર દ્વારા નયારા એનર્જીના સહયોગથી તારીખ 24/09/2024ના રોજ “સ્વચ્છતા હી સેવા 2024” પખવાડિયાની ઉજવણી નિમિતે શ્રી કજુરડા પ્રાથમિક શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવા માટેની સ્પર્ધાનું આયોજ કરવામાં આવેલ.આ સ્પર્ધામાં 45 વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ અને પ્લાસ્ટીકની કોથળીઓ, પસ્તી , બોટલ,નાળીયલની કાચળી,પૂઠા વગેરે વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી કાગળની બેગ, પ્લાસ્ટિકના ફૂલ, ફૂલદાની,પેનસ્ટેન્ડ,ચકલીનો માળો, શો પીસ, વોલ પીસ, ડસ્ટબિન વેગેરે જેવી અવનવી વસ્તુઓ બનાવવામાં આવી હતી. વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્તુઓને નિહાળવા માટે ગામમાં સરપંચશ્રી પુનરાજભાઈ કાયાભાઈ મોરી તેમજ સ્વ.જે.વી. નારીયા ટ્રસ્ટની પ્રોજેક્ટ ટીમ ગીતાબેન જોષી, પ્રતાસિંહ પરમાર અને અસગરભાઈ જામ ઉપસ્થિત રહી વિધાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.