GUJARATJUNAGADHKESHOD

હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

ખૂબ જ મોંઘવારી અને ઓછી આવક ને લઈને ઘણા કુટુંબ પોતાના બાળકને ભણાવવા મુશ્કેલી અનુભવતા હોય છે આવા મોંઘવારીના સમયમાં હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા ખૂબ જ રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવેલું હતું કેશોદના શરદ ચોકમાં આવેલ પુરુષોત્તમ લાલજી હવેલી પાસે હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા ચોપડા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત હિન્દુ યુવા સંગઠન કેશોદના હોદ્દેદાર રજનીભાઈ બામરોટીયા, ભારત વિકાસ પરિષદની ટીમ, ગૌરક્ષક જયદીપસિંહ, ભાજપ શહેર પ્રમુખ હિતેશ ભોરણીયા, કોર્પોરેટર વિવેક કોટડીયા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને રજનીભાઈ દ્વારા ચોપડાનું વિતરણ કરાવવામાં આવેલું હતું હિન્દુ યુવા સંગઠનના વિશાલ સોલંકી દ્વારા જણાવવામાં આવેલ કે કુલ 21000 ચોપડા નું વિતરણ કરવામાં આવશે જેમાં 10 નું બંચ રૂપિયા ૧૫૦ મા સાવ નજીવી કિંમતે વિતરણ કરવામાં આવશે આ વિતરણ માં મોટી સંખ્યામાં સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓની મોટી લાઈન જોવા મળેલી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!