વાલિયાના ચોરઆમલા ગામે સતલોકવાસી મહંત કમળદાસની 63ની પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૬/૧૧/૨૦૨૪
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે સદગુરુ કબીર મંદિર મુકામે દાદા ગુરુદેવ સતલોકવાસી મહંત ૧૦૭ કમળદાસ સાહેબની ૬૩મી, પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુગાદીના બિરાજમાન મહંત ૧૦૮ થી ભાવદાસજી સાહેબ ગુરુ શ્રી ચતુરદાસજી સાહેબ (ભાસ્કરભાઈ એસ વસાવા નેત્રંગ તાલુકા તલાટી મંડળના પ્રમુખ) તથા આ ગુરુગાદીના તમામ શિષ્ય પરિવાર થકી આનંદ આરતી ભોજન ભંડારા તથા ભજન સત્સંગનું સત્કાર્ય રાખવામાં આવ્યું જે સદ કાર્ય આનંદ આરતી વડોદરા સદગુરુ કબીર સમાધિ મંદિરના ગાદીપતિ પરમ પૂજ્ય મહંત ૧૦૮ શ્રી પ્રીતમદાસજી સાહેબ ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સાહેબના કરકમલો દ્વારા તથા પધારેલા સાધુ સંતો મહંતો સાહેબોના સાનિધ્યમાં આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યું.
આ સત્કાર્યમાં હિન્દુ ધર્મ સેના સંરક્ષક દેવુભા કાઠી, હિન્દુ ધર્મસેના ગુજરાત પ્રમુખ સુધીર અટોદરિયા, ભાજપા સુરત જિલ્લા સંગઠન મહામંત્રી દિપક વસાવા, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ મેકવાનભાઈ, સરપંચ તથા અન્ય સામાજિક આગેવાનો હાજરી આપી હતી.