GUJARATJUNAGADH

જૂનાગઢ દ્વારા શહેરમાં આવેલ વોંકળાની આસપાસ સફાઈ અભિયાન…

જૂનાગઢ દ્વારા શહેરમાં આવેલ વોંકળાની આસપાસ સફાઈ અભિયાન...

જૂન ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે “Ending Plastic Pollution Globally” આધારિત પખવાડિક ઝુંબેશ માટે થીમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે મહાનગર પાલિકા,જૂનાગઢ કચેરી દ્વારા તા.૨૨/૦૫/૨૦૨૫ થી તા. ૦૫/૦૬/૨૦૨૫ સુધી “વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેન” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મહાનગર પાલિકા જૂનાગઢની સેનીટેશન શાખા દ્વારા આજરોજ માન.મેયરશ્રી ધર્મેશભાઈ પોંશીયા,માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ, માન.ડે.મેયર શ્રી આકાશભાઈ કે. કટારા,માન.સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર, માન.શાસક પક્ષના નેતાશ્રી મનનભાઈ અભાણી અને માન.દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી તેમજ સેનીટેશન સમિતિના ચેરમેન શ્રી પુંજાભાઈ એમ. સિસોદિયાના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી અજય એસ. ઝાંપડા તથા જયેશભાઈ પી. વાજા અને આસી.કમિશનર (ટેક્સ)અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી કલ્પેશભાઈ જી. ટોલિયાની સૂચના મુજબ અને સુપર વાઈઝર રાજુ ત્રિવેદી અને ધર્મેશ ચુડાસમા અને વિનાયક બાપુના સુપર વિઝન હેઠળ શહેરના તમામ વોંકળાઓની આસપાસ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું.તેમજ શહેરીજનોમાં જાગૃતિ લાવવા અર્થે શહેરના વિવિધ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!