૫ જૂન ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે “Ending Plastic Pollution Globally” આધારિત પખવાડિક ઝુંબેશ માટે થીમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે મહાનગર પાલિકા,જૂનાગઢ કચેરી દ્વારા તા.૨૨/૦૫/૨૦૨૫ થી તા:૦૫/૦૬/૨૦૨૫ સુધી “વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેન” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મહાનગર પાલિકા જૂનાગઢની સેનીટેશન શાખા દ્વારા આજ તા:૨૨/૦૫/૨૦૨૫.ના રોજ મહાનગર પાલિકાના માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી અજય એસ. ઝાંપડા તથા જયેશભાઈ પી. વાજા અને આસી.કમિશનર (ટેક્સ)અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી કલ્પેશભાઈ જી. ટોલિયા ની સૂચના મુજબ શહેરના ભવનાથ મહાદેવ મંદિર તેમજ વોર્ડ ૧ થી ૧૫ માં આવેલ ધાર્મિક મંદિરો આસ પાસ સફાઇ અભિયાન કરવામાં આવ્યું,જેમાં હિલદારી ગ્રુપ અને સેનીટેશન શાખાના અંદાજિત ૨૨૦ કર્મચારીઓ તેમજ શહેરીજનો જોડાયા હતા.આ તકે શહેરીજનોને સ્વછતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા તેમજ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં અંદાજિત ૪૦૦ શહેરીજનોએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ