સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત: વાલિયા તાલુકા કોર્ટ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી.
તાલુકા કાનૂની સેવા સમિતિ ના ચેરમેન અને પ્રિન્સિપાલ સિવિલ જજ એચ.આર.ઠકકરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૧૪ મી સપ્ટેમ્બરથી લઈ ૧લી ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે, આજરોજ વાલિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું,
વાલિયાની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ ખાતે નામદાર ગુજરાત હાઇકોર્ટની સૂચના અન્વયે તથા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના માર્ગદર્શન હેઠળ મહાત્મા ગાંધીના જન્મ જયંતીને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય, જેના ભાગરૂપે આજરોજ વાલિયા તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને પ્રિન્સિપાલ સિવિલ જજ. એચ.આર. ઠકકરની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સફાઈ અભિયાન દરમિયાન કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહી, પાન પડીકી ખાઈ ગમે ત્યાં થૂંકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટી માં જ ફેંકવો તેવા સૂચન પણ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં , વાલિયા બાર એસોસિયેશનના ઊપપ્રમુખ એ.કે.ચાૈધરી, વકિલ કે.બી.વસાવા, વકિલ.જી.એફ.વસાવા, તથા તાલુકા કાનૂની સેવા સમિતિ ના સેક્રેટરી. મનિષસિંહ રાણા, પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર,નાઝીર, કોર્ટના સ્ટાફ કર્મચારીઓ તથા પી.એલ.વી નાઓ ઉપસ્થિત થયા હતા અને સાથે સાથે વાલિયા ગ્રામ પંચાયતના તલાટી, તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ભાગ લઇ ઊત્સાહભેર ઊજવણી કરવામાં આવી હતી
ઈરફાન ખત્રી
રાજપારડી