GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર શહેરમાં ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તા.25/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસ પોલીસે અલગ અલગ ગુનેગારો તેમજ સ્થાનિકો સામે 180થી વધુ ગુના નોંધ્યા છે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યુ હતુ તો બીજી તરફ પોલીસ લખેલા વાહનો તેમજ બ્લેક કાચ, ફેન્સી નંબર પ્લેટ, ભયજનક વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી તો અનેક વાહનો ડીટેઇન કરાયા અનેક ને દંડ ફટકાર્યો હતો લીંબડી ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર સહીતનાં વિસ્તારમાં ચેકીંગ કરાયું હતું અલગ અલગ બનાવોના પગલે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ જીલ્લા એસપી અને કલેકટર દ્વારા એક બેઠક મળી હતી જેના ભાગરૂપે આરોપી સામે પોલીસ દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામાયુ છે કલેકટર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 404 હથિયારોના પરવાના રદ કરી દેવામાં આવ્યાં છે 71 પાસાં 36 તડીપાર સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 121 સ્વરક્ષણનાં પરવાનેદારોના હથિયાર રદ કરવામાં આવ્યાં છે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને હથિયાર પરવાનેદાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને આદેશ કર્યો હતો કે શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે જેને લઈ પોલીસ પણ એકટિવ મોડમાં આવી ગઈ હતી પોલીસ દ્રારા મોડી રાત્રે શહેરમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું જેમાં અલગ અલગ સ્થાનિકોના વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેમજ જે લોકો હથિયાર સાથે ઝડપાયા હતા તેમની સામે કાર્યવાહી કરી હતી સાથે સાથે પ્રોહિબિશનના કેસ પણ કર્યા હતા પોલીસે અલગ અલગ ગુનાઓ નોંધીને કાર્યવાહી કરી છે સમગ્ર કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વોને પણ ચેક કરવામાં આવ્યા હતા અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી બીન જરૂરી મોડીરાત્રે આંટા મારતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો રોગ સાઇડ, નંબર પ્લેટ, પીધેલા, હથિયાર સાથે ફરતાં અને લાયસન્સ વગરનાં આવા તમામનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ અનેક વાહનો ડીટેઇન કરાયા મોટી ગાડીઓની તલાસી લેવાઇ હતી.

Back to top button
error: Content is protected !!