GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત એકતા બેકરીના સંચાલક સામે ફરિયાદ, બહારના રાજ્યના કારીગરની પોલીસને ન આપી માહિતી.

 

તારીખ ૨૩/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાલોલ સ્થિત એક બેકરીના સંચાલક વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. એસ.ઓ.જી. શાખા દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન આ બેદરકારી સામે આવી હતી.

એસ.ઓ.જી. ગોધરા પોલીસની ટીમ કાલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે કાશીમાબાદ સોસાયટીમાં આવેલી ‘એકતા બેકરી’ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેકરીમાં ઉત્તર પ્રદેશના એક કામદાર મજૂરી કામ કરતા મળી આવ્યા હતા.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બેકરી સંચાલક મોહમદ કેફ અંસારીએ છેલ્લા છ દિવસથી આ કામદારને રાખેલ હોવાનું અને કામદારનું કોઈ આઈ.ડી. પ્રોફ (ઓળખપત્ર) મેળવવામાં આવ્યું નહોતું. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ પરપ્રાંતીય કામદાર અંગેની કોઈ જ નોંધણી કે જાણ કરવામાં આવી નહોતી. જેથી સંચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!