શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાયેલા ત્રિદીવસીય પ્રાકૃતિક કૃષિ – પરિસંવાદ, પ્રદર્શનની પૂર્ણાહૂતી
પ્રાકૃતિક પરિસંવાદ– ભરૂચ જિલ્લો*
****
**
***
*ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝગડીયા, જંબુસર તાલુકાના ૬૦૦ થી વધારે ખેડૂતો પરિસંવાદનો લાભ લીધો – વિષય તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શીત કર્યા
સમીર પટેલ, ભરૂચ
*આપણે બધાએ ભેગા મળીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએજેથી આપણે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ- પ્રાકૃતિક ખેડૂત અગ્રણી*
***
ભરૂચ – શનિવાર– સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અનેવધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથીખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાંપ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે ખાસ ત્રી- દીવસીય માસ્ટર ટ્રેનર્સ તેમજ અગ્રણી ખેડૂતો દ્વારા શ્રી સ્વામી નારાયણ મંદિર, ઝાડેશ્વર, ભરૂચ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી, આત્મા પ્રોજેક્ટ – ભરૂચ દ્નારાઅંકલેશ્વર, ઝગડીયા, જંબુસર તાલુકાના અંદાજિત ૬૦૦ થી વધારે ખેડૂતોસાથે પરિસંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે, કૃષિ પરિસંવાદના અધ્યક્ષસ્થાનેથી પ્રાંસગિગ ઉદબોદન આપતા ખેતી નિયામક શ્રી એમ. એમ.પટેલે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેના લાભથી અવગત કરાવ્યા હતા. ગુજરાતમાં પ્રાકૃતિકખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ અનેક પગલાંઓ ભરી રહી છે.ત્યારે આપણું અને આપણી પેઢીનું જીવન બદલવા માટે પોતાના ઘરથીપ્રાકૃતિક ખેતીમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ તબક્કે, જંબુસર તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ધર્મેશગીર ગૌસ્વામીએ પરિસંવાદમાં પોતાની ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તનો વિષે વિગતે જણાવ્યું કે, રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અનેજીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગકરવો જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો આવે છે અને ઉત્પાદનનીગુણવત્તા વધારે હોય છે, જેના કારણે ખેડૂતોને સારી આવક મળે છે. પ્રાકૃતિકખેતી એ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતોના આર્થિક વિકાસ માટેપણ ફાયદાકારક છે. આપણે બધાએ મળીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહનઆપવું જોઈએ જેથી આપણે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવીશકીએ.
જીલ્લાના ખેડુતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ઝીરો બજેટ ખેતપધ્ધતિ થકી ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફાશકિતમાં વધારો થાય તે હેતુસરત્રિ- દીવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓ પ્રમાણે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શનતેમજ પ્રાકૃતિક કૃષિના તમામ આયામોનો ઉપયોગ અને તૈયાર કરવાનીપ્રક્રિયાનું જીવંત નિદર્શન સમજ આપવામાં આવી હતી.
આ તકે, પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેના લાભાલાભ અનેખેતી પધ્ધતિ બાબતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વકતવ્ય આપી ખેડૂતોનેવિશેષ માર્ગદર્શન પૂરું પાડી પ્રાકૃતિક ખેતીથી થયેલા પોતાના અનુભવો વાગોળ્યા હતા. અને વિષય તજજ્ઞોએ પણ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શીત કર્યા હતા.
આ કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કોલેજ કેમ્પસના વૈજ્ઞાનિકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી મહેન્દ્ર પટેલ, ભરૂચ આત્માપ્રોજેક્ટના ડાયરેક્ટ શ્રી, આત્મા વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ – બહેનો ઉપસ્થતી રહ્યાં હતાં.