કોરોના’એ ફરી માથું ઊંચક્તા ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું…
સમીર પટેલ, ભરૂચ
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા બાદ હવે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરવા સાથે તબીબી તંત્ર કામે લાગી ગયું છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા, કોરોનાને પહોંચી વળવા ભરૂચ સિવિલ હોસ્પિટલ સજ્જ, આઇશોલેશન કોવિડ વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરાય, નિષ્ણાંત તબીબો સહિત પેરા મેડિકલ સ્ટાફ રહેશે તૈનાત
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા બાદ હવે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરવા સાથે તબીબી તંત્ર કામે લાગી ગયું છે.
દેશમાં ઘણા સમયના અંતરાલ બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. તેવામાં અમદાવાદમાં ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓ નોંધાય રહ્યા છે. જોકે, વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે આરોગ્ય વિભાગ પણ સાબદું બન્યું છે. હાલની સ્થિતિએ સાવચેતી એ જ સલામતી ખૂબ અગત્યની છે, ત્યારે ભરૂચમાં ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ખાતે તકેદારીના ભાગરૂપે 5 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 100 બેડ ધરાવતો આઇશોલેશન કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ઓક્સિજન પ્લાન્ટમાં કોઈ ક્ષતિ કે, ખામી સર્જાય ત્યારે કોઈપણ દર્દીને તકલીફ ન પડે તે માટે 109 જંબો સિલિન્ડર બેકઅપ માટે રાખવામાં આવ્યા છે.
વધુમાં 120 જેટલા વેન્ટિલેટર મશીન, બાયપેપ મશીનરી તેમજ મેડિસિન સુધીની તમામ તૈયારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે કરી દેવામાં આવી છે. આ સાથે જ રાઉન્ડ ધ ક્લોક નિષ્ણાંત તબીબો, તજજ્ઞો તેમજ પેરા મેડિકલ સ્ટાફ ફરજ પર સતત હાજર રહેશે તેવું આયોજન ઘડવામાં આવ્યું છે. આમ ભરૂચ સિવિલ હોસ્પિટલ સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા સક્ષમ બન્યું છે.