વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા ,તા-25 સપ્ટેમ્બર : દેશના અગ્રણી બિઝનેસ જૂથ એવા અદાણી ગ્રૂપની ટીકા પક્ષપાતી અને તેના વિસ્તરતા વૈશ્વિક પ્રભાવને અટકાવવા થતી હોવાનું ખૂલ્યું છે. તાજેતરમાં સ્પુટનિક ઈન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે અદાણી જૂથ સામેના તાજેતરના હુમલાઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને જીવન વીમા નિગમ (LIC)ને અસ્થિર બનાવવાની યુએસ ડીપ સ્ટેટ યોજનાનો એક ભાગ છે. સ્પુટનિકના અહેવાલ પ્રમાણે એશિયા અને આફ્રિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં અદાણી ગ્રૂપનો પ્રભાવ રાજકીય સંઘર્ષનું કેન્દ્રબિંદુ બની જાય છે. પશ્ચિમ-સમર્થિત અહેવાલોએ અદાણીમાં SBI અને LICના રોકાણો પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉદ્યોગના સૂત્રોએ સ્પુટનિક ઈન્ડિયાને જણાવ્યું હતું કે, “SBI અને LICને અસર થાય, તો દેશને મોટાપાયે નુકશાન પહોંચાડી શકાય છે. પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, આવું જ કાવતરું SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) અને ભારતની સંસદ જેવા નિયમનકારોને નબળા પાડવા ઘડવામાં આવે છે. જે દેશના ધોરણો અને ઓડિટીંગ પ્રેક્ટિસમાં નિષ્ક્રિયતા સૂચવે છે. ડેલોઈટ હાસ્કિન્સ એન્ડ સેલ્સ જેવી ઓડિટ કંપનીઓના તાજેતરના ઉપાડ પરથી તે સ્પષ્ટ જણાય છે.નિષ્ણાતોના મતે ભારતની ઉભરતી આર્થિક તાકાત વિશે પશ્ચિમનો ડર તેના અગ્રણી વૈશ્વિક સ્થાન અને વ્યૂહાત્મક સ્વાયત્તતાના ઉદયથી ઉદ્ભવે છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે વિદેશથી થતા આ પ્રાયોજીત હુમલાઓ દેખીતી રીતે અદાણીના વૈશ્વિક વિસ્તરણ અંગે પશ્ચિમમાં ભય પ્રગટ કરે છે. એટલું જ નહીં, ભારતના આર્થિક ઉન્નતિ વિશે પણ તે ચિંતાજનક છે. ભૂતપૂર્વ રાજદ્વારી અને વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (VIF)માં કામ કરતા અનિલ ત્રિગુણાયતે જણાવ્યું હતું કે “અદાણી જૂથ આફ્રિકન રાષ્ટ્રોને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ અને વિકાસ કરવામાં ભારે મદદ કરી રહ્યું છે. જે તેમના માટે એક મોટો પડકાર છે. તેમણે ઉમેર્યું હતું કે આ હુમલાઓ ખોટી માહિતી દ્વારા પ્રેરિત ભારત વિરોધી પૂર્વગ્રહથી ધ્યાન ભટકાવવા અથવા દૂર કરવાના પ્રયાસો હોઈ શકે છે.ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે, હિંડનબર્ગના આરોપો બાદ પણ અદાણીનું અસ્તિત્વ તેના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુસ્થાપિત કામગીરીને આભારી છે. અદાણીનો અભિગમ સરકારની નીતિઓ સાથે સુસંગત છે. દેશની સૌથી મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક તરીકે તે રાજ્ય-સમર્થિત લોન પર આધાર રાખે છે. હિન્ડેનબર્ગની ઘટના દરમિયાન અને પછી, SBI સહિતની આ સંસ્થાઓ તરફથી અદાણીને આપવામાં આવેલી લોનનો હિસ્સો તેમના ધિરાણ પોર્ટફોલિયોના 1% કરતા પણ ઓછો હતો. જો કે, ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે, વિદેશી આક્રમણકારીઓના મનઘડંત આરોપોથી અદાણી જૂથ જરાય વિચલિત થયું નથી, તેમણે ઇઝરાયેલમાં હાઇફા પોર્ટ સુધી કામગીરી વિસ્તૃત કરી છે અને શ્રીલંકા, મોરોક્કો, ફિલિપાઇન્સ અને તાંઝાનિયામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.