સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા શ્રી જી.ડી.મોદી કોલેજ કેમ્પસ, પાલનપુર ખાતે 51 મો સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો
22 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ, તથા શ્રી અક્ષય રાજ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા, પાલનપુર નાઓની સુચનાથી બનાસકાંઠા જીલ્લાની યુવા પેઢી ઉપરાંત આમજનતામાં સાયબર ફ્રોડના બનાવો અટકાવવા અને લોકોમાં સાયબર ક્રાઇમ બાબતેની સાચી સમજ કેળવાય તે સારૂ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજવાની સુચના કરવામાં આવેલ.જે અન્વયે શ્રી જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ, પાલનપુર તથા શ્રી વી.એમ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર નાઓના માર્ગદશન હેઠળ અત્રેના હેડ કોન્સ. શૈલેષભાઇ લુવા નાઓ દ્વારા જી.ડી.મોદી કોલેજ કેમ્પસ પાલનપુર ખાતે આવેલ આર.આર.મહેતા સાયન્સ કોલેજ તથા સી.એલ.પરીખ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓની સાથે સને-૨૦૨૪ ના ચાલુ વર્ષના 51 મા સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારમાં તાજેતરના આધુનિક ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારે બની રહેલ ફાઇનાન્શિયલ ફ્રોડના બનાવોમાં OTP ફ્રોડ, ATM ફ્રોડ, ગુગલ સર્ચ ફ્રોડ, KBC લોટરી ફ્રોડ, લોન એપ ફ્રોડ, વિદેશથી ગિફ્ટના પાર્સલના નામને એરપોર્ટ કસ્ટમ ઓફિસરના નામે થતું ફ્રોડ, ઓનલાઇન ઇન્વેસ્ટ & ટ્રેડીંગ ફ્રોડ, સીમકાર્ડ સ્વેપિંગ ફ્રોડ, મેટ્રોનિયલ ફ્રોડ, ટેલીગ્રામ ટાસ્ક ફ્રોડ, નટરાજ પેન્સિલ પેકીંગ ફ્રોડ, રિમોટ એપ્લીકેશન ફ્રોડ, આધારકાર્ડ દુરૂપયોગના નામે ઓનલાઇન ડીજીટલ એરેસ્ટ ફ્રોડ, ઓનલાઇન કુરીયર તથા જોબ ફ્રોડ, OLX દ્વારા આર્મીના નામે થતું ફ્રોડ, મિત્રના નામથી આવતા કોલથી થતું ફ્રોડ ઉપરાંત સોશિયલ મિડીયાના ફેક એકાઉન્ટ, હેક એકાઉન્ટ, ન્યૂડ વિડીયોકોલ, સાયબર સિક્યુરિટી અને એન્ડ્રોઇડ મોબાઇલનો ઉપયોગ કેવી રીતે કરતો અને સોશિયલ મિડીયા એકાઉન્ટના કેવી રીતે સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખવા એના વિશે પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં કોલેજના વિદ્યાર્થીઓને સચોટ માર્ટદર્શન પુરૂ પાડવામાં આવ્યુ. જો કોઇની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા સારૂ તમામને સમજ કરવામાં આવેલ.બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા બનાસકાંઠા જીલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો, કોલેજ, પોલીટેકનિક, ITI તથા હાઇસ્કુલો ખાતે યોજવામાં આવી રહેલ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુરના હેડ કોન્સ.શ્રીએ એક પ્રોફેસર કરતાં પણ ખૂબ સારી રીતે પાવરફુલ વક્તા તરીકે શ્રોતાઓને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી આગવી હાસ્યાસ્પદ વાણીમાં સુંદર માહિતી રજુ કરતાં સાયન્સ & કોમર્સ કોલેજના આશરે 150 કરતાં વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. આર.ડી.વરસાત તથા ર્ડા.એસ.આઇ. ઘટિયાલા સહિતના બંન્ને કોલેજના પ્રોફેસર્સ દ્વારા આવા માહિતી સભર સુંદર કાર્યક્રમને બિરદાવેલ અને કોલેજ પરિવાર દ્વારા સાયબર ક્રાઇમ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.