KHERGAMNAVSARI

ખેરગામ એપીએમસી માર્કેટનું સંચાલન ચીખલીથી અલગ પડેતો તેનો સીધો લાભ ખેડૂતને થશે.:ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચીખલી સંચાલિત ધરમપુર રોડ ઉપર માર્કેયાર્ડ આવેલું છે.જેમાં કેરીની સીઝનમાં કેરીનો વેપાર મોટાપાયે થતો આવ્યો છે,તેમજ આખા વર્ષ દરમ્યાન શાકભાજીનો વેપાર પણ મોટા પ્રમાણમાં ચાલે છે.ચીખલી તાલુકામાંથી વિભાજીત થઈને ખેરગામ તાલુકો અમલમાં આવ્યાને દશ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે,પરંતુ ખેરગામને એપી એપીએમસીનો અલગ દરજ્જો લોકોની અનેક રજૂઆતો છતાં આજદિન સુધી પ્રાપ્ત થયો નથી.ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલ સબ માર્કેટયાર્ડમાં કેરી તથા શાકભાજીનો વેપાર મોટા પ્રમાણમાં થતો આવ્યો છે.પરંતુ ખેરગામ અલગ તાલુકો આમલમાં આવ્યાને દશ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે,છતાં આજે પણ ખેરગામ માર્કેટયાર્ડ ચીખલી એપીએમસી દ્વારા જ સંચાલન કરવામાં આવી રહ્યું છે.અને લોકો ખેરગામને એપીએમસીનો અલગ દરજ્જો ક્યારે પ્રાપ્ત થાય એની રાહ જોઈ રહ્યા છે.આમ તો ખેરગામ તેમજ આસપાસના દૂર દૂરના ગામોમાં ઉત્પાદિત શાકભાજી તથા કેરીના ખરીદ વેચાણ માટે ખેરગામનું માર્કેટયાર્ડ ખૂબ પ્રખ્યાત ગણાય છે,જ્યાં 100 થી વધુ દુકાનો આવેલી છે અને અદ્યતન માર્કેટયાર્ડમાં જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે.તેમજ આસપાસના ગામોમાં કેરી અને શાકભાજીના પાકનું ખરીદ વેચાણનો મોટો વ્યાપાર થતો આવ્યો છે.પરંતુ ખેરગામને એપીએમસીનો અલગ દરજ્જો પ્રાપ્ત ન થવાનો રંજ આજે પણ આગેવાનો અને વેપારીઓને સતાવી રહ્યો છે.અલગ એપીએમસી માટે ખેરગામ વિભાગના આગેવાનોએ અનેક રજૂઆત પણ કરી હતી,પરંતુ ખેરગામ આજે પણ એપીએમસીના અલગ દરજ્જાથી વંચિત રહ્યું છે.ત્યારે નવસારી જિલ્લાના છેવાડે આવેલા ખેરગામ તાલુકાના ખેડૂતો અને વેપારીઓની સુખાકારી માટે ખેરગામનો એપીએમસીનો અલગ દરજ્જો મળે તેવા પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે.

ગામના ડેપ્યુટી સરપંચ જીજ્ઞેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ખેરગામના માર્કેટયાર્ડનું આશરે 40 થી 45 લાખ જેટલી આવકનું ટર્ન ઓવર કરે છે. જેમાં શાકભાજી અને કેરીની આવક વધુ થાય છે.વધુમાં આસપાસના તાલુકાઓમાં શાકભાજીનું ઉત્પાદનમાં પણ ખેરગામ તાલુકામાં શાકભાજીનું બહોળું ઉત્પાદન થાય છે.ખેરગામ એપીએમસીમાંથી છેક સુરત, અમદાવાદ અને મુંબઈ સુધી શાકભાજી પહોંચાડવામાં આવે છે.આથી ખેરગામ એપીએમસી અલગ બને તો એનો સીધો લાભ ખેરગામ તાલુકાના ખેડૂતોને થઈ શકે છે…કોંગ્રેસ સમિતિના પ્રમુખ સશીનભાઈ પટેલે જણાવ્યું કે અમે ગાંધીનગર સચિવાલયમાં જે તે સમયે એપીએમસી નિયામકને બેથી ત્રણ વાર રૂબરૂ મળી અને સહકાર મંત્રીને પણ જે તે સમયે રજુઆત કરી હતી,હાઈકોર્ટમાં પણ આ બાબતે અપીલ કરી હતી.એપીએમસી અલગ થાય અને સ્થાનિક ખેડૂતોનું ભલું થાય એ માટે અમે રાજકીય રીતે પણ જે ભોગ આપવો પડે એના માટે તે સમયે પણ તૈયાર હતા અને આજે પણ તૈયાર છીએ.એપીએમસીને સૌથી વધુ આવક ખેરગામ તાલુકામાંથી પ્રાપ્ત થતી હોય અને સંચાલન બીજા કરે એ યોગ્ય નથી.

Back to top button
error: Content is protected !!