તા.૦૬.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod: દાહોદ HDB ફાઈનાન્સ સર્વિસીસના સહયોગથી અને ચેતના સંસ્થા દ્વારા અભલોડ અને મોનાડુંગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી
HDB ફાઇનાન્સ સર્વિસિસના સહયોગથી ચેતના સંસ્થા દ્વારા દાહોદ અને બાસવાડા જિલ્લામાં કુલ 12 ગામોમાં એનીમિયા નાબૂદીનો પ્રોગ્રામ ચલાવે છે જે અંતર્ગત 5 જુન 2025 ના રોજ પર્યાવરણ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પર્યાવરણીય જાગૃતિ વધારો કરવો પ્લાસ્ટિક પ્રદૂષણ સામે સંવેદનશીલતા વિકસાવી અને સમાજના વિવિધ સ્તરોને પર્યાવરણીય કાર્યમાં જોડવાનો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી દાહોદ જિલ્લાના અભલોડ ગામમાં અને બાસવાડા જિલ્લાના મોનાડુંગર ગામમાં કરવામાં આવી હતી