DAHODDAHOD CITY / TALUKO
દાહોદ જીલ્લામાં મધ્યરાત્રિથી વરસેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

તા.૧૯.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લામાં મધ્યરાત્રિથી વરસેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 
લીમડી ગામમાં ગંદા પાણીના નિકાલના અભાવે તંત્રની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખુલી લીમડીની અણુશ્રીધામ સોસાયટી અને દીપનગર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતા લોકો પરેશાન વારંવાર રજૂઆતો કરવા છતાં ગંદા પાણીના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી પંચાયતથી લઈને કલેક્ટર સુધી ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા રોષ સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક અસરથી ગંદા પાણીનો નિકાલ કરવાની ઉગ્ર માંગ ઉઠી





