DAHODFATEPURA

ફતેપુરા મુસ્લિમ સમાજ કબ્રિસ્તાન આગળ ગંદકીનું સામ્રાજ્ય, તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા નગરના મુસ્લિમ સમાજના યુવાનોએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી એન ડી અસારીને ને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે ફતેપુરા અને કરોડીયા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારીના કારણે ફતેપુરા નગરના મુસ્લિમ સમાજના કબ્રસ્તાન આગળ ભારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.ફતેપુરા અને કરોડિયા ગ્રામ પંચાયત દ્વારા ગામોમાંથી કચરો ઉઘરાવીને ટ્રેક્ટર મારફતે આ કચરો ફતેપુરા નગરના મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાન ની આગળ ઢગલા કરી દેવામાં આવે છે. તેમજ ફતેપુરા અને કરોડીયા ગામનાં મરેલા ઢોરોં પણ બંને ગ્રામ પંચાયતો દ્વારા અહીં ફતેપુરા નગરના મુસ્લિમ સમાજના કબ્રસ્તાન આગળ જ ફેંકી દેવામાં આવે છે.જેના પગલે અહીં અસહ્ય દુર્ગંધ ફાટી નીકળી છે.જેના કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે ફતેપુરા નગરના મુસ્લિમ સમાજના લોકોને મરણ પ્રસંગે તેમજ અન્ય પ્રસંગોએ અને પોતાના પૂર્વજોની જીઆરત માટે દરરોજ કબ્રસ્તાન ખાતે આવવું પડે છે.અહીં ફેલાયેલી અસહ્ય દુર્ગંધના કારણે મુસ્લિમ સમાજના લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠી પડે છે અને પોતાના પૂર્વજોને તેમજ મરહુમ સગા સંબંધીઓને દુરૂદ અને ફાતિયા કરવામાં ઘણીજ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આ તમામ બાબતે ફતેપુરા નગરના મુસ્લિમ સમાજના યુવાનોએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી એન ડી અસારીને લેખિતમાં રજૂઆત કરી છે અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ મુસ્લિમ યુવાનોની આ રજૂઆતો ને ધ્યાનપૂર્વક સાંભળી છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે તેમજ તેઓએ વધુમાં જણાવ્યું છે કે સાંજે હું પોતે આ સ્થળની મુલાકાત લઈશ અને ફતેપુરા તેમજ કરોડીયા ગ્રામ પંચાયતને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. અને બંને ગ્રામ પંચાયતોને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને 24 કલાકમાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ સુપ્રત કરવા માટે જણાવવામાં આવ્યું છે આમ ફતેપુરા અને કરોડીયા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારીના કારણે ફતેપુરા નગરના મુસ્લિમ સમાજના કબ્રસ્તાન આગળ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું, ફતેપુરા નગરના મુસ્લિમ સમાજના યુવાનોએ આ બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી, ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!