RAMESH SAVANI

Ramesh Savani : ‘આ તો ગુરુનું અમૃત કહેવાય. તે પીવાથી કામદોષોનું નિવારણ થાય !’

1922માં પ્રસિદ્ધ થયેલ ‘સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય’ પુસ્તકમાં સત્સંગી કિશોરલાલ ધનશ્યામલાલ મશરુવાળા લખે છે : “નીચ જાતિઓને સંસ્કૃત કરવાની સ્વામિનારાયણની પદ્ધતિ જુદા પ્રકારની હતી. એમનો સુધારો ઉચ્ચ જાતિઓને હલકી જાતિઓ સાથે ભેળવી દઈ ઉચ્ચ જાતિમાં હલકા સંસ્કાર પાડવાનો ન હતો, પણ નીચ જાતિઓને ચડાવી એમનામાં ઉચ્ચ જાતિના સંસ્કાર પાડવામાં સમાયો હતો. એટલે એમણે અત્યંજ/ મોચી/ સુથાર/ દરજી/ કણબી અને મુસલમાન સુધ્ધાંને શુદ્ધ બ્રાહ્મણના જેવી રહેણી રહેતાં શીખવી દીધું. દારું/ માંસ અને માદક વસ્તુનો ત્યાગ કરવો, રોજ નાહી, પૂજા કર્યા વિના ખાવું નહીં, ગળા વિના દૂધ કે જળ પીવાં નહીં; અરે ડુંગળી, લસણ અને હિંગ જેવી વસ્તુઓનો પણ ત્યાગ રાખવો, એ સ્વામિનારાયણીય સંસ્કારો હતા.” (પેજ-57) આ શ્રમજીવી જ્ઞાતિઓમાં દારુ પીનારા ન હતા, માંસ ખાનારા ન હતાં. ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયની અસર અગાઉથી જ હતી. શ્રમજીવીઓ રોજે નાહી શકે તેવી સ્થિતિ ન હતી, કેમકે તેઓ સામંતવાદી/રાજાશાહીના શ્રમિકો હતા. શ્રમિકો ઉચ્ચવર્ણની જેમ વિશેષાધિકાર ભોગવતા ન હતા. આ માટે શ્રમિકોને રોજે નાહવાનો ઉપદેશ આપનારને રાજાશાહીની વ્યવસ્થા સામે કોઈ વાંધો ન હતો ! એટલું જ નહીં, તેમણે તો રાજાના માણસ સાથે વિવાદ નહીં કરવાનો ઉપદેશ આપ્યો હતો ! (શિક્ષાપત્રી, શ્લોક-34) જો સહજાનંદ ઈશ્વરના અવતાર હતા તો તેમણે રાજાશાહી ઉથલાવી નાખવાની અને શ્રમિકોને સરખા અધિકાર મળે તે માટે તેમને કેમ સૂઝ્યું નહીં હોય? રોજે નાહવાનું કોને ન ગમે? પરંતુ તે અધિકાર માત્ર ઉચ્ચવર્ણ માટે હતો. વર્ણવ્યવસ્થાએ ઊચ્ચનીચના ભયંકર ભેદ કર્યા હતા, તે વર્ણવ્યવસ્થાનું સમર્થન શામાટે કર્યું હતું? શૂદ્રએ બાકીના ઉપલા ત્રણ વર્ણોની સેવા કરવી એવો ઉપદેશ શામાટે આપ્યો હતો? (શિક્ષાપત્રી, શ્લોક-90) મશરુવાળા નોંધે છે: “વર્ણાશ્રમ વિશે સહજાનંદ સ્વામીની વૃતિ એવી હતી કે વર્ણાશ્રમના ધર્મનું પાલન આવશ્યક છે. પરમેશ્વરની ઈચ્છાથી અને લોકકલ્યાણાર્થે મનુ વગેરે ઋષિઓએ એનું સ્થાપન કર્યું છે, માટે મોક્ષની ઈચ્છાવાળો એનો ત્યાગ ન કરે; કારણ કે એના પાલનમાં પરમેશ્વરની પ્રસન્નતા રહેલી છે અને તે દ્વારા અંતઃકરણની નિર્મળતા થાય છે.” વર્ણાશ્રમની સ્થાપનાથી જ જો લોકકલ્યાણ થતું હોય તો 1947ની આઝાદી બાદ વર્ણાશ્રમ પર ચોકડી મૂકાઈ ગઈ છતાં ભારતનો વિકાસ શામાટે થયો?
મશરુવાળા લખે છે : “સહજાનંદ સ્વામીએ એકવાર સાધુઓને પ્રશ્ન કર્યો કે ‘અમે બીજા અવતારોના જેવા પરાક્રમો કર્યા નથી, અમે સમુદ્ર પર પાજ બાંધી નથી, 10 મસ્તકનો રાવણ માર્યો નથી, મંદ્રાચલને પીઠ પર ધર્યો નથી, કંસ-શિશુપાલ વગેરેનો વધ કર્યો નથી, તમે અમને શું કરવા પરમેશ્વર કહો છો?’ સાધુઓએ કહ્યું, રામે રાવણને માર્યો, પણ એ રાવણ તો કામ અને માનથી હણાયેલો જ હતો; વામને બલિને છળ્યો, પણ એ લોભથી છળાયેલો જ હતો, કૃષ્ણે કંસ વગેરેનો વધ કર્યો, પણ માનાદિક રિપુએ તેમનો વધ કરી જ રાખ્યો હતો; એ કામ, ક્રોધ, લોભ વગેરે અમારા અંતઃશત્રુઓને તમે માર્યા માટે અમે તમને અવતાર કહીએ છીએ; તમે સમુદ્ર પર પાજ નથી બાંધી, પણ તમે ભવસાગર અને અક્ષર વચ્ચે સળંગ રસ્તો પાડી દીધો છે. તમે મંદ્રાચલ કે ગોવર્ધન નથી ધાર્યા, પણ અમારાં પાપ પર્વતોને ક્ષણમાં હઠાવી દઈ અમારાં ચિત્તને શુદ્ધ કરી દીધાં છે, એ કારણથી અમે તમને અવતાર માનીએ છીએ.” શું આ આત્મસ્તુતિ નથી? છળકપટ, પ્રપંચ, પાખંડ નથી? શું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ જોતાં એવું કહી શકાય કે કામ, ક્રોધ, લોભ વગેરે અંતઃશત્રુઓનું અસ્તિત્વ નથી? સંપ્રદાયના સાધુઓના મર્ડર શામાટે થયા છે? વારંવાર કોર્ટમાં શામાટે જવું પડે છે? પાર્ષદો સાથે સજાતિય સંબંધોના ગુનાઓ શામાટે બને છે? હરિફ મંદિરો બાંધવાની હરિફાઈ કેમ ચાલે છે? ઈતિહાસકાર મકરંદ મહેતા સામે ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ શામાટે કર્યો હતો?
BAPSના પ્રિયદર્શનદાસ સ્વામીને 3 ડીસેમ્બર 1973ના રોજ 14 વર્ષની વયે દીક્ષા આપવામાં આવેલી. પ્રિયદર્શનદાસ સ્વામીએ 22 ઓક્ટોબર 2013ના રોજ 17 પેજની પોતાના સ્વહસ્તાક્ષરમાં ફરિયાદ કરી હતી. તેમાં પ્રમુખસ્વામી અને બીજા સંતોએ કઈ કઈ જગ્યાએ, કઈ કઈ તારીખે સજાતિય સંબંધ કરેલ તેની વિસ્તૃત હકીકત દર્શાવી હતી. અમદાવાદ શહેર પોલીસે આ અરજી, ઘટના સાળંગપુરમાં બની હતી, તેમ કહી પ્રિયદર્શનદાસ સ્વામીની અરજી અમદાવાદ ગ્રામ્યને મોકલી હતી. જેની કોઈ તપાસ થઈ નહીં. પ્રમુખસ્વામીએ પોતાનું વિર્ય પીવા માટે પ્રિયદર્શનદાસને ફરજ પાડી હતી અને કહ્યું હતું કે ‘આ તો ગુરુનું અમૃત કહેવાય. આ પીવાથી આપણામાં રહેલા કામદોષોનું નિવારણ થાય… ગુરુ જે આજ્ઞા કરે એમાં શંકા કરીએ તો મોક્ષ ના મળે. જો તારે મોક્ષ પામવો હોય તો તારે મોક્ષના દાતા ગુરુની આ રીતે સેવા કરવી પડશે. તારી સાધનાનો આ પણ એક ભાગ છે. બ્રહ્મઅગ્નિમાં સર્વસ્વ હોમવું એ તારું કર્તવ્ય છે. તું મને જેટલો નિર્દોષ જાણીશ એટલો તું નિર્દોષ થઈશ આ ક્રિયામાં જેટલો સહકાર આપીશ, એટલા તારા દોષ ટળશે !’
પ્રિયદર્શનદાસ સ્વામીની ફરિયાદમાં જણાવેલ આરોપો સાચા છે, તેમ કહેવાનો આશય નથી; પરંતુ તેમની ફરિયાદની તપાસ તો થવી જોઈએ કે નહીં? વળી આ પ્રિયદર્શનદાસ સ્વામી પ્રમુખસ્વામીના અંગત મદદનીશ હતા, તેમણે પ્રમુખસ્વામી ઉપર પુસ્તક લખ્યું છે અને ર્કીતન લખેલાં છે. તેમને જ પ્રમુખસ્વામી સામે ફરિયાદ કરવાની પરિસ્થિતિ કેમ ઊભી થઈ હશે? પ્રિયદર્શનદાસ સ્વામી જીવે છે કે નહીં તેની માહિતી નથી. આ ફરિયાદમાં નિર્મળસિંહ રાણાએ 15 નવેમ્બર 2012ના રોજ, અમદાવાદ મંદિરમાં પ્રિયદર્શનદાસ સ્વામીને ધમકી આપતા કહેલ કે ‘મણિભાઈ પટેલનું મર્ડર મેં કરેલ અને એ ક્યારેય પકડાયેલું નથી. તમારા પણ એવા હાલ થશે.’ પ્રિયદર્શનદાસ સ્વામીની ફરિયાદ ખોટી છે, તેવું BAPSના સ્વામીઓએ કહ્યું હતું. પરંતુ પ્રિયદર્શનદાસ સ્વામી પોતે નાર્કોટેસ્ટ કરાવવા લેખિત ખાત્રી આપેલ છતાં પોલીસે ભીનું સંકેલી લીધું હતું !
ગુજરાતના પ્રસિદ્ધ સમાજસુધારક કરસનદાસ મૂળજીએ 21 ઓક્ટોબર 1860ના રોજ ‘સત્યપ્રકાશ’માં લેખ લખ્યો હતો : ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો.’ વૈષ્ણવ મહારાજ જદુનાથજીએ કરસનદાસ સામે બદનક્ષીનો કેસ કરેલ, તેમાં કરસનદાસની જીત થઈ હતી. વૈષ્ણવ મહારાજો મહિલાઓનું કેવું કેવું શોષણ કરતા તે હકીકત બહાર આવી હતી. યદુનાથજી મહારાજ પોતે કૃષ્ણ છે અને સંબંધ કરવાથી મોક્ષ મળશે તેવી લાલચ આપી ભક્તાણીઓનું શોષણ કરતા હતા. સ્વામિનારાયણના સાધુઓ પણ મોક્ષ અપાવવાની લાલચ આપી પાર્ષદોનું શારીરિક/ માનસિક શોષણ કરે છે ! પ્રિયદર્શનદાસ સ્વામીની ફરિયાદમાં જણાવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તો જદુનાથજીને ટપી ગયાં છે; પરંતુ અફસોસ એ છે કે આપણી પાસે કરસનદાસ મૂળજી નથી !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!