DAHODDEVGADH BARIA

દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી પરિવારોના બાળકો શાળાએ આવતા શિક્ષણ અધવચ્ચે ન છૂટે તે માટે વડોદરાનું ‘તરાપો ફાઉન્ડેશન’ વ્હારે આવી

તા.૨૩.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા અને ખાસ કરીને માઇગ્રેશન એટલે કે રોજીરોટી માટે સ્થળાંતર કરતા આદિવાસી પરિવારોના બાળકો શાળાએ આવતા થાય અને તેમનું શિક્ષણ અધવચ્ચે ન છૂટે તે માટે વડોદરાનું ‘તરાપો ફાઉન્ડેશન’ વ્હારે આવ્યું છે

દાહોદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારો ધરાવે છે, જ્યાં રોજીરોટી માટે મોટાપાયે આદિવાસી પરિવારોનું સ્થળાંતર થતું હોય છે. આવા વાતાવરણમાં બાળકો નિયમિત શાળાએ આવે અને શિક્ષણમાં તેમનું સ્થાયીકરણ થાય તે મોટો પડકાર છે. આ પડકારને પહોંચી વળવા માટે વડોદરાના ‘તરાપો ફાઉન્ડેશન’ના પરીતા શુક્લ, ભાવના ધોળકિયા, સુધા ગોસ્વામી અને તેમની આખી ટીમે અંતરિયાળ વિસ્તારના બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક સંકલ્પ કર્યો હતો. ત્યારે આ સંકલ્પને સાકાર કરવા માટે ‘તરાપો ફાઉન્ડેશન’ દ્વારા દાહોદના દેવગઢ બારિયાના ડુંગરાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે દફતર, નોટબુક, પેન્સિલ, સંચો, રબ્બરથી માંડીને હાઈજીન માટે પાણીની બોટલો સહિતની તમામ જરૂરી સામગ્રી મોકલવામાં આવી છે. વડોદરાથી મોકલવામાં આવેલી આ સામગ્રી આજે દેવગઢ બારિયા BRC કચેરી ખાતે પહોંચી ગઈ છે. ‘તરાપો ફાઉન્ડેશન’ની આ કામગીરીની દેવગઢ બારિયા બી.આર.સી ભવનના પ્રતિનિધિઓ દ્વારા મુક્તકંઠે પ્રશંસા કરી છે BRC, દેવગઢ બારિયા અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વ શિક્ષા અભિયાનમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો એ સૌથી મોટો પડકાર છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. ત્યારે દેવગઢ બારિયામાં ‘તરાપો ફાઉન્ડેશન’ દ્વારા આપવામાં આવેલી શૈક્ષણિક કીટ આશીર્વાદરૂપ સાબિત થશે અને તેમના ભવિષ્યને સુંદર આકાર આપશે એવી સી.આર.સી ભવનના પ્રતિનિધિઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. આ સેવાકાર્યને કારણે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટશે. એવું અનુમાન લગાવાઈ રગ્યું છે. વહીવટી તંત્ર અને સ્થાનિક નગરજનોએ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં પણ તરાપો ફાઉન્ડેશન આ વંચિત બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે આ જ રીતે સહયોગી બનતું રહેશે

Back to top button
error: Content is protected !!