દાહોદ કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે મગ પાકનો એક દિવસીય ફિલ્ડ ડે” કાર્યક્રમ યોજાયો

તા.૦૧.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે મગ પાકનો એક દિવસીય ફિલ્ડ ડે” કાર્યક્રમ યોજાયો
દાહોદ મુકામે આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનું કૃષિ સંશોધન કેન્દ્ર જે મુવાલિયા ફાર્મ તરીકે ખેડુતોમાં લોકપ્રિય છે. કૃષિ સંશોધન કેન્દ્ર ખાતેથી ચોમાસુ ઋતુ દરમ્યાન સોયાબીન, તુવેર, અડદ, કોદરા, નાગલી તેમજ શિયાળુ ઋતુ દરમ્યાન મકાઈ, ચણા, લસણ, ઘઉં અને ઉનાળુ ઋતુ દરમ્યાન મગ પાકની જાતનું બીજ ઉત્પાદન કરી દાહોદ જીલ્લાના અંતરિયાળ ગામોના ખેડૂત મિત્રોને બિયારણ પૂરું પાડવામાં આવે છે. ઉનાળુ ઋઋતુ દરમ્યાન મધ્ય ગુજરાતમાં વાવેતર થતા કઠોળ પાકો પૈકી મગ પાકનું વાવેતર દાહોદ જીલ્લામાં અગ્રેસર થાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી બહાર પાડવામાં આવેલ જુદા જુદા કઠોળ પાકોની સુધારેલી જાતોનો વ્યાપ ખેડૂતોમાં દિનપ્રતિ દિન વધતો ગયો છે. વધુમાં ગરબાડા તાલુકામાં મગ એ કઠોળ પાકનો ઉનાળુ ઋતુમાં થતો અગત્યનો પાક છે જે અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી બહાર પાડવામાં આવેલ મગ પાકની (ગુજરાત આણંદ મગ ૮ : હરા મોતી) ખેડૂતોમાં વધુ પ્રચલિત થાય તે હેતુથી મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો.મગ પાકના એક દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમમાં નળવાયા ગામના કુલ ૬૦ ખેડૂતો હાજર રહેલ. આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ. મુવાલિયા ફાર્મ દાહોદનાં યુનિટ વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એચ. કે. પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને તથા અત્રેના કેન્દ્રના વૈજ્ઞાનિઓને આવકાર્યા. વધુમ તેઓ દ્વારા અત્રેનાં કેન્દ્ર ખાતે કાર્યરત સંશોધન, વિસ્તરણ તથા જુદા-જુદા પાકોના બીજ ઉત્પાદનની વિવધ પ્રવૃત્તિ વિષે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપેલ. ડૉ. મિહિર એમ. પંડ્યા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકએ ખેડૂત મિત્રોને મગ પાકની (ગુજરાત આણંદ મગ ૮ : હરા મોતી) જાતની લાક્ષણીકતાઓ વિષે પ્રત્યક્ષ માર્ગદર્શન આપેલ તથા મગ પાકમા ઉત્પાદન વધારવા માટે ધ્યાનમાં લેવા જેવી બાબતો વિષે માહિતગાર કરેલ. એસ. બી. પારગી દ્વારા પ્રાકૃતી ખેતીના વિવિધ આયામો અને કે. એલ. પારગી દ્વારા ઉનાળુ મગમાં ખાતર, પિયત અને નિંદામણ વ્યવસ્થાપન વિ. માહિતી આપેલ. કેન્દ્રના સ્ટાફ દ્વારા ખેડૂતોને મ્યુઝિયમની મુલાકાત કરાવેલ તથા કેન્દ્ર ખાતે લેવામાં આવેલ મગ પાક-(ગુજરાત આણંદ મગ ૮ : હરા મોતી) જાતનાં બીજ ઉત્પાદન વિષે પ્રત્યક્ષ માહિતી આપેલ તથા ખેડૂત મિત્રો સાથે ચર્ચા કરેલ. કાર્યક્રમને અંતે, કે. એલ. પારગીએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો





