
તા. ૨૧૦૭૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:દાહોદના પ્રસિદ્ધ ભમરેચી માતા મંદિરે રાષ્ટ્રીય હિન્દુ સંઘના પ્રદેશ પ્રચારક રીંકેશ પ્રજાપતિ દ્વારા આરતી અને મહંતશ્રીનું સન્માન કરાયું
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા માતાના પાલ્લા (રંધીકપુર) ગામના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભમરેચી માતા મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘ, ગુજરાતના પ્રદેશ પ્રચારક રીંકેશભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત રહીને માતાજીની ભવ્ય આરતી કરી હતી.આ પ્રસંગે તેમણે મંદિરના મહંત પરમ પૂજ્ય આદરણીય શ્રી નરવતગીરી મહારાજનું ભગવી શાલ ઓઢાડીને ભાવપૂર્વક ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું.આ મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રચારકે આગામી પવિત્ર ચાતુર્માસ અને હિન્દુ ધર્મના આગામી તહેવારો જેવા કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, દશામા વ્રત, નવરાત્રી, દશેરા અને દિવાળીની ભવ્ય ઉજવણી કરવા અંગે વાત કરી હતી. તેમણે સમાજના લોકોને અપીલ કરતાં આહવાન કર્યું હતું કે, આ તમામ પાવન પર્વોમાં માત્ર હિન્દુ વેપારીઓ પાસેથી જ ખરીદી કરીને હિન્દુ તહેવારોને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે




