દે.બારીયા તાલુકાના એક ગામમાં એક કિશોરીને માતા પિતા દ્વારા હેરાનગતિ કરતા ૧૮૧ અભયમ ટીમ લીમખેડા મદદે

તા.૧૮.૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેવગઢ બારીયા તાલુકાના એક ગામમાંથી એક કિશોરીએ ૧૮૧ પર ફોન કરીને જણાવેલ કે તેઓને માતા પિતા દ્વારા હેરાનગતિ હોય જેથી ૧૮૧ અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી અસરકારક કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે તેઓને બે વર્ષ પહેલાં તેઓના જીજુ જોડે પ્રેમસંબંધ હતો અને તેની જાણ આ કિશોરીએ તેમના બહેનને પણ કરેલ તેમ છતાં બહેન દ્વારા તેમના પતિને કઈ કીધું નહિ અને હાલ એજ બાબતને લઇને માતા પિતા હેરાનગતિ કરે છે તેમ જણાવતા માતા પિતાને હેરાનગતિ કરવાનું કારણ પૂછતાં તેઓએ જણાવેલ કે જે બાબતને ભૂલી ગયેલ છે અને તેઓની દીકરી હાલ ઘરમાં જાણ કર્યા વિના રાત્રે પણ નીકળી જાય છે જેથી સામન્ય શિક્ષા કરેલ તેમ જણાવેલ અને વધુમાં જણાવ્યું હતું કે તેઓ દિકરીને એક મહિના પહેલા ભૂવા પાસે લઈ ગયેલ અને ત્યાં એક મહિનો રાખી હતી તેવું જણાવેલ તેમજ કાઉન્સિલિંગ કરતા દિકરીને થોડી માનસિક સારવારની પણ જરૂર હોય તેવું લાગતા દીકરીના માતા પિતાને મનોચિકિત્સક પાસે સારવાર કરાવવા જણાવેલ અને દિકરીને પણ આવી રીતે રાત્રે ઘર છોડીને નીકળી જવું નહિ તેમ જણાવતાં બંને પક્ષોને પોતાની ભૂલ સમજાઈ જતા બંને પક્ષોએ એકબીજા જોડે માફી માંગી ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ




