દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસનો લોખંડી બંદોબસ્ત

તા.૨૪.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસનો લોખંડી બંદોબસ્ત
લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે દાહોદ જિલ્લામાં માહોલ ગરમાયો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે દાહોદ પોલીસ અત્યંત સક્રિય બની છે. જિલ્લા પોલીસવડાની આગેવાનીમાં આજે દાહોદ શહેરમાં પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો.”દાહોદમાં 1 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયતો અને દાહોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસવડા રવિરાજસિંહ જાડેજાની વિશેષ દેખરેખ હેઠળ સુરક્ષાનું ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે.આજે જિલ્લા પોલીસવડા રવિરાજસિંહ જાડેજા, ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી, એલસીબી પીઆઈ દીપક ઢોલ, એસઓજી પીઆઈ સિદ્ધરાજસિંહ રાણા તેમજ એ-ડિવિઝનના પીઆઇ એસ એસ વરૂ અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બી ટી અકબરી સહિત પોલીસના વિશાળ કાફલાએ દાહોદના રાજમાર્ગો પર ‘ફૂટ માર્ચ’ યોજી હતી. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય સંવેદનશીલ વિસ્તારો અને મતદાન મથકો પર સુરક્ષાનો અભેદ્ય કિલ્લો બનાવવાનો છે.”જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું છે કે, ‘દરેક મતદાર કોઈપણ ડર કે ભય વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. ચૂંટણીમાં અડચણ ઉભી કરનારા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. જિલ્લામાં ચૂંટણી ટાણે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અલગ-અલગ પોલીસ ટિમો સતત તૈનાત રહેશે.”પોલીસના આ કદમથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના જાગી છે. તંત્ર દ્વારા માત્ર બંદોબસ્ત જ નહીં, પણ લોકશાહીના આ પર્વમાં નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે, 26 એપ્રિલે દાહોદના મતદારો કેટલા ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે





