DAHODDEVGADH BARIA

દાહોદમાં ખાણ-ખનિજ વિભાગની મોટી કાર્યવાહી: ગેરકાયદે રેતી વહન કરતા 8 ડમ્પરો સીઝ, ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

તા.૧૮.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં ખાણ-ખનિજ વિભાગની મોટી કાર્યવાહી: ગેરકાયદે રેતી વહન કરતા 8 ડમ્પરો સીઝ, ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

દાહોદ જિલ્લામાં ગેરકાયદે ખનન અને વહન પ્રવૃત્તિઓ સામે ખાણ અને ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ખનિજ વિભાગની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, ખનિજ વિભાગની ટીમે મોજે-ફાંગીયા, દેવગઢ બારીયા-પીપલોદ રોડ, તેમજ લીમખેડા-લીમડી રોડ ખાતે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રોયલ્ટી પાસ વગર (બિનઅધિકૃત) અને ઓવરલોડ સાદી રેતીનું વહન કરી રહેલા કુલ 08 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા.કાર્યવાહીની મુખ્ય વિગતો:ઝડપાયેલા વાહનો: 08 ડમ્પરો (સાદી રેતી ભરેલા) મુદ્દામાલની કિંમત: આશરે ₹1,70,00,000 (એક કરોડ સિતેર લાખ રૂપિયા)મુખ્ય વિસ્તારો: ફાંગીયા, દે.બારીયા-પીપલોદ રોડ અને લીમખેડા-લીમડી રોડ તંત્રની કડક વલણ: ખાણ-ખનિજ વિભાગની ટીમે તમામ 8 ડમ્પરોને સીઝ કરી, આશરે ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને રોયલ્ટી ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!