
તા.૨૭.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Limkheda :વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રહિતમાં મતદાન કરવા પ્રદેશ પ્રચારક દ્વારા મતદાન કરવા જાહેર અપીલ
લોકશાહીના મહાન પર્વ નિમિત્તે સૌ હિન્દુઓને મતદાન કરવા માટે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત ના પ્રદેશ પ્રચારક રીન્કેશ પ્રજાપતિ દ્વારા ભવ્ય મતદાન કરવા જાહેર વિનંતી કરવામાં આવી. મતદાન એ માત્ર હક નથી, પણ આપણી ફરજ છે. આપણા ગામ અને શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે મતદાન કરો અને લોકશાહીના આ ઉત્સવમાં જોડાવો! ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આજે ઉત્સાહભેર મતદાન કરી, લોકશાહીના આ પવિત્ર પર્વમાં પ્રદેશ પ્રચારક રીન્કેશ પ્રજાપતિ એ મતદાન કર્યું . “વિકસિત ભારત, સશક્ત ભારત”ના સ્વપ્નને સાકાર બનાવવા માટે દરેક મત અગત્યનો છે. સૌને વિનંતી કરવામાં આવી કે, વહેલી તકે મતદાન કરીને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપે





