DAHOD

દાહોદમાં છ વર્ષની દીકરીને શાળાના આચાર્યએ પીંખી નાખી હત્યા કરી, ‘આપ’ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ દીકરીના પરિવારની મુલાકાત લીધી

તા.૨૬.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં છ વર્ષની દીકરીને શાળાના આચાર્યએ પીંખી નાખી હત્યા કરી, ‘આપ’ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ દીકરીના પરિવારની મુલાકાત લીધી

‘આપ’ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ દાહોદની છ વર્ષની દીકરીના હત્યારા આચાર્યને ફાંસી આપવાની માંગ કરી છ વર્ષની માસુમ દીકરીને અહીંની શાળાના આચાર્યએ પોતાની ગાડીમાં પીંખી નાખી અને ગળું દબાવીને માસુમ દિકરીની હત્યા કરી: ચૈતર વસાવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે: ચૈતર વસાવા ભાજપની RSS અને વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં આ આચાર્ય નરાધમ જિલ્લાના પ્રમુખ હતા: ચૈતર વસાવા બીજા રાજ્યમાં કોઈ ઘટના ઘટે છે તો મીણબત્તી લઈને નીકળો છો અને ટ્વિટ કરો છો પરંતુ પોતાના વિસ્તારમાં ઘટના ઘટી, તેમ છતાં પણ ભાજપનાં નેતાઓ પરિવાર સાથે આવીને ઊભા નથી: ચૈતર વસાવા આવી અનેક ઘટનાઓ ઘટ્યા બાદ પણ સરકાર આવી ઘટનાઓ વિરુદ્ધ ગંભીર નથી: ચૈતર વસાવા દાહોદની છ વર્ષની માસુમ દિકરી સાથે તેની શાળાના આચાર્ય દ્વારા અડપલાં કર્યા અને ત્યારબાદ તે આચાર્યએ આ માસુમ દીકરીને હત્યા કરી. આ ઘટનાથી સમગ્ર ગુજરાતના લોકોમાં રોષ છે. આમ આદમી પાર્ટી આ ઘટનાને સખત શબ્દોમાં વખોળે છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આ દીકરીના પરિવારની મુલાકાત લીધી. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ દીકરીના પરિવારને સાંત્વના આપી અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી.ત્યારબાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજથી પાંચ દિવસ પહેલા છ વર્ષની માસુમ દીકરીને અહીંની શાળાના આચાર્યએ પોતાની ગાડીમાં પીંખી નાખી અને ગળું દબાવીને માસુમ દિકરીની હત્યા કરી. ગોવિંદ નટ નામના આ પ્રાથમિક શાળાના નરાધમે આ કૃત્ય કર્યું છે ત્યારે આજે સમગ્ર શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂકી ગયું છે. આજે આ પરિવારની હસતી રમતી દીકરી તેમની વચ્ચે નથી, ત્યારે અમે તેમના પરિવારને મળ્યા અને તેમને સાંત્વના આપી અને પ્રકૃતિને પ્રાર્થના કરી કે આ દીકરીને આત્માને શાંતિ મળે દાહોદની આ તોરણીની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય કે બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય, આટલી બધી ગંભીર ઘટનાઓ ઘટ્યા બાદ પણ સરકાર આવી ઘટનાઓ વિરુદ્ધ ગંભીર નથી. આ વિસ્તારના નેતાઓ મૌન સેવીને બેઠા છે. બીજા રાજ્યમાં કોઈ ઘટના ઘટે છે તો મીણબત્તી લઈને નીકળો છો અને ટ્વિટ કરો છો પરંતુ પોતાના વિસ્તારમાં નાનકડી ફુલ સમાન દીકરી સાથે આવી ઘટના ઘટી તેમ છતાં પણ તમે પરિવાર સાથે આવીને ઊભા નથી. સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ કે બીજો કોઈ નરાધમ આવી હિંમત ન કરે એવી અમારી માંગણી છે. પોલીસ દ્વારા બે દિવસમાં આ નરાધમને પકડવામાં આવ્યો પરંતુ અમે માંગણી કરીએ છે એ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. આવનારા સમયમાં દેશમાં અને ગુજરાતમાં ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે તેઓ દાખલો બેસાડવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ. આવનારા દિવસોમાં અમે મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત લઈશું અહીંયા અમને વધુ એક વાત જાણવા મળી કે ભાજપની આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં આ આચાર્ય નરાધમ જિલ્લાના પ્રમુખ હતા. અમે સવાલ પૂછવા માંગે છે કે ત્યાં લોકોને આવા સંસ્કાર આપવામાં આવે છે? અમારી સ્પષ્ટ માંગણી છે કે હવે અમારી માસુમ દીકરીને ન્યાય મળવો જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. તાત્કાલિક આ દીકરીને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ખૂબ જ મોટા આંદોલન કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!