દાહોદના ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે જિલ્લા કક્ષાના યુવક મહોત્સવમાં પીછોડા સ્કૂલની વિદ્યાર્થીઓનો રાસ -ગરબામાં પ્રથમ સ્થાન મેળવ્યું
તા. ૨૬. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે જિલ્લા કક્ષાના યુવક મહોત્સવમાં પીછોડા સ્કૂલની વિદ્યાર્થીઓનો રાસ -ગરબામાં પ્રથમ સ્થાન મેળવ્યું
દાહોદના ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે જિલ્લા કક્ષાના યુવક મહોત્સવમાં શ્રી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પિછોડા શાળાની વિદ્યાર્થીનીઓ રાસ – પ્રાચીન ગરબામાં ભાગ લીધો હતો. તેમાં પ્રથમ નંબર મેળવવા શ્રી ઉ. માં વિદ્યાલય પીછોડા શાળાનું, શાળાના પ્રમુખ સરદારસિંહ એસ. બારીઆનું નામ રોશન કરેલ છે તથા સંજેલી તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ શાળાની વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાની નવરાત્રી મહોત્સવ અમદાવાદ જી. એમ. ડી. સી મેદાનમાં નવરાત્રિમાં ભાગ લેશે. આ સાંસ્કૃતિક પ્રવૃતિના માર્ગદર્શક કામોલ ડી. કે તથા તેમની ટીમ આર. પી સોલંકી, કે. એસ. પટેલ, વી. બી બારીયા, આર. ટી બારીયા, એસ. એલ. બારીયાએ અભિનંદન પાઠવ્યા હતા.