AHAVADANGGUJARAT

ડાંગ: દુઃખની ઘડીએ ગરીબ પરિવારના પડખે ‘મસીહા’ બની ઊભા રહ્યા ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવિત

 

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

મહેસાણા સિવિલ હોસ્પિટલથી મૃતદેહ વતન પહોંચાડવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી, આર્થિક સહાય સાથે અંતિમવિધિનો ખર્ચ પણ ઉઠાવ્યો

ડાંગ જિલ્લાના સાતબાબલા ગામના એક ગરીબ આદિવાસી પરિવારના સભ્યનું દુઃખદ અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે મૃતદેહને વતન સુધી લાવવો તેમજ અંતિમવિધિ કરવી પરિવાર માટે મુશ્કેલ બની હતી. આવી કપરા સમયે પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવિત પરિવારના પડખે ઊભા રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સ્થાનિક આગેવાનો દ્વારા સમગ્ર ઘટનાની જાણ મંગળભાઈ ગાવિતને ટેલિફોનિક કરવામાં આવતાં તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક મદદનો હાથ લંબાવ્યો હતો. તેમણે મહેસાણા સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવી મૃતદેહને વતન સાતબાબલા ગામ સુધી પહોંચાડ્યો હતો.

આ સાથે જ મૃતકના પરિવારને આર્થિક સહાય કરી, એમ્બ્યુલન્સનું ભાડું તેમજ અંતિમવિધિનો ખર્ચ પણ ઉઠાવી પરિવારને મોટી રાહત પહોંચાડી હતી. મુશ્કેલીની ઘડીએ કોઈ ગરીબ પરિવારને સહારો આપવો એ માત્ર આર્થિક મદદ નહીં, પરંતુ માનવતા, સંવેદના અને સેવાભાવનું જીવંત ઉદાહરણ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

મંગળભાઈ ગાવિતની આ સેવાભાવનાથી મૃતક પરિવાર સહિત સાતબાબલા ગામના ગ્રામજનો ભાવુક બન્યા હતા અને “દુઃખના સમયે ગરીબોના પડખે ઊભા રહેતા મંગળભાઈ ગાવિતનો હૃદયપૂર્વક આભાર” વ્યક્ત કર્યો હતો.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, મુશ્કેલીની ઘડીએ જ્યારે પરિવારને સૌથી વધુ સહારાની જરૂર હતી ત્યારે મંગળભાઈ ગાવિત મદદ માટે આગળ આવ્યા અને પરિવારને હિંમત આપી. તેમની આ માનવતાભરી કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

“સેવા એ જ સાચી માનવતા અને મુશ્કેલીમાં સાથ આપવો એ જ સાચી આગેવાની.” — આ ઉક્તિને સાર્થક કરતી મંગળભાઈ ગાવિતની આ કામગીરી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સંવેદનશીલતાનું ઉદાહરણ બની

Back to top button
error: Content is protected !!