વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સુરતનાં પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી ભારતીબેન વશી તથા કાર્યકર્તાઓ દ્વારા ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની અંતરીયાળ પ્રાથમિક શાળા ચૌક્યા, પ્રાથમિક શાળા રાવચોંડ, પ્રાથમિક શાળા ઇસદર, પ્રાથમિક શાળા પાયરઘોડી, પ્રાથમિક શાળા ગાયખાસનાં કુલ 366 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કિટમાં સ્કૂલબેગ, રાઈટીંગ પેડ, નોટબુક, કંપાસ, કલર બોક્ષ, પેન, પેન્સિલ, વોટરબેગ, સ્વેટર જેવી બાળકોને ઉપયોગી વસ્તુઓને સામેલ કરવામાં આવી હતી.આ ઉપરાંત ચૌક્યા પ્રાથમિક શાળાની હોસ્ટેલમાં રહેતા બાળકો માટે 25 ગાદલા અને ઓશિકા આપવામાં આવ્યાં હતા. આ પ્રસંગે આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાનાં બાળકોએ ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સર્વેનાં મન મોહી લીધા હતા.પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગનાં અંતરિયાળ વિસ્તારનાં આદિવાસી ભૂલકા માટે શૈક્ષણિક કિટનું વિતરણ કરતા માસૂમ ભૂલકાઓનાં મોઢે સ્મિત રેડાયુ હતુ અને વાલીઓએ ટ્રસ્ટની માનવતાને બિરદાવી હતી..