AHAVADANGGUJARAT

વલસાડ ડાંગનાં નવયુવાન સાંસદને લોકસભામાં નાયબ મુખ્ય દંડક પદ મળતા ડાંગવાસીઓ તથા હોદેદારો શુભેચ્છાઓ પાઠવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

દક્ષિણ ગુજરાતનાં વલસાડ ડાંગ-26 લોકસભાનાં યુવા સાંસદ ધવલભાઈ પટેલની લોકસભામાં નાયબ મુખ્ય દંડક તરીકે નિમણૂક કરવામાં આવતા ડાંગવાસીઓ તથા ભાજપનાં હોદેદારોએ શુભેચ્છાઓ પાઠવી… પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ લોકસભાની ચૂંટણીમાં ભાજપાનાં ઉમેદવાર ધવલભાઈ પટેલે 2.10 લાખની લીડ મેળવી જીત હાંસલ કરતા સૌ કોઈની ગણતરી ઊંધી પાડી દીધી હતી.વલસાડ ડાંગ-26 લોકસભા બેઠકનાં ભાજપાનાં ઉમેદવાર ધવલભાઈ પટેલે કૉંગ્રેસનાં વાંસદાનાં આંદોલનકારી અને લોકપ્રિય સીટીંગ  ધારાસભ્ય અનંતભાઈ પટેલને મોટી લીડ સાથે પછડાટ આપી વલસાડ-ડાંગ બેઠક પર કમળને ખીલવી આ કમળનાં ફૂલને દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કર્યુ હતુ.જેમાં એવુ કહેવાય છે કે વલસાડ-ડાંગ લોકસભાની બેઠક પર જે પક્ષનો સાંસદ ચૂંટાય છે તે પક્ષની સરકાર બને છે.આ ઉક્તિ વલસાડ ડાંગની બેઠક પર સાર્થક થયેલ જોવા મળી છે.વલસાડ ડાંગ બેઠક પરથી ભાજપાનાં નવયુવાન ઉમેદવાર ધવલભાઈ પટેલે જંગી લીડ સાથે જીત મેળવી વડાપ્રધાન મોદીની પસંદગી પર ખરા ઉતર્યા હતા.ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં શીર્ષ નેતૃત્વમાં વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલને મોટી જવાબદારી મળી છે.ગતરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 3.0 વાળી ભારતીય જનતા પાર્ટી સંસદીય દળ દ્વારા સંસદસભા માટે એક ચીફ વ્હિપ એટલે( મુખ્ય દંડક) અને 16  જેટલા વ્હિપ એટલે (નાયબ મુખ્ય દંડકો)ની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં દક્ષિણ ગુજરાતનાં વલસાડ-ડાંગ 26 લોકસભાની બેઠક પરથી જંગી લીડ સાથે જીતનાર નવયુવાન અને તરવરીયા સાંસદ ધવલભાઈ પટેલની પણ નાયબ મુખ્ય દંડક તરીકે નિમણૂક કરવામાં આવતા ડાંગવાસીઓ તથા ભાજપાનાં હોદેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.દક્ષિણ ગુજરાતમાંથી સી.આર.પાટીલ બાદ નવયુવાન સાંસદ ધવલભાઈ પટેલને પણ લોકસભામાં મહત્વનું એવુ દંડકનું સ્થાન આપવામાં આવતા આદિવાસી જનજીવને ભાજપાનાં સુખાકારી નિર્ણયને આવકાર્યો હતો.વલસાડ ડાંગનાં સાંસદની નાયબ મુખ્ય દંડક તરીકે નિમણૂક કરવામાં આવતા રાજ્ય કક્ષાનાં આદિજાતિ મંત્રી અને ડાંગ જિલ્લાનાં પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ,ડાંગનાં ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ડાંગ ભાજપા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ, ડાંગ ભાજપા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીત,મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,રાજેશભાઈ ગામીત,દિનેશભાઇ ભોયે,ગુજરાત પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચા મંત્રી સુભાષભાઈ ગાઈન,સહિત હોદેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી..

Back to top button
error: Content is protected !!